માત્ર 1 રૂપિયામાં બુક કરાવો આ ઈલેક્ટ્રિક બાઈક, 120 KMPHની છે ટોપ સ્પીડ, જાણો કેટલી છે કિંમત
સ્વિચ ગ્રુપે નવી CSR 762 ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રોડક્શન-રેડી Svitch CSR 762 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે આ ઈ-બાઈકને લોન્ચ કરવામાં આવી છે. ત્યારે આજે અમે તમને આ ઈલેક્ટ્રિક બાઈકના ફીચર્સ અને કિંમત સહિતની તમામ માહિતી આ લેખ દ્વારા આપીશું.

અમદાવાદના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટ-અપ સ્વિચ ગ્રુપે નવી CSR 762 ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રોડક્શન-રેડી Svitch CSR 762 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે આ ઈ-બાઈકને 1.90 લાખ રૂપિયા એક્સ-શોરૂમની કિંમતે લોન્ચ કરવામાં આવી છે.
બેટરી, મોટર અને રેન્જ
સ્વિચ CSR 762 ઇ-બાઇકને પાવર આપવા માટે 3 kW (4 bhp) PMS ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે, જે 3800 rpm પર 10 kW (13.4 bhp)ની મહત્તમ શક્તિ વિકસાવે છે.
CSR 762માં બે 3.6 kWh લિથિયમ-આયન સ્વેપ કરી શકાય તેવી બેટરી પેક છે, જેની રેન્જ એક જ ચાર્જ પર 190 કિમી ચાલવાનો કંપનીએ દાવો કર્યો છે. તેની ટોપ સ્પીડની વાત કરીએ તો 120 કિલોમીટર પ્રતિ કલાકની છે.
સ્વિચ CSR 762 તેના સેગમેન્ટમાં પ્રથમ એવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ હશે, જેમાં આગળના ભાગમાં હેલ્મેટ રાખી શકાય તેટલી મોટી સ્પેસ આપવામાં આવી છે.
ફીચર્સ
ફીચર્સ વિશે વાત કરીએ તો, CSR 762માં બિલ્ટ-ઇન મોબાઇલ ચાર્જર, કવર મોબાઇલ હોલ્ડર, iOS અને Android સ્માર્ટફોન કનેક્ટિવિટી છે. તેને 6 રાઈડિંગ મોડ્સ મળશે. સ્વિચે જણાવ્યું છે કે, તેણે ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં ચાર મોટા શોરૂમ સ્થાપ્યા છે.
બુકિંગ વિગતો
સ્વિચ CSR 762 ઇલેક્ટ્રિક મોટરસાઇકલ માત્ર રૂ.1 ચૂકવીને પ્રી-બુક કરી શકાય છે. કંપની દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તેને 12,000થી વધુ ઓર્ડર મળી ચૂક્યા છે અને તેની ડિલિવરી આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થશે. CSR 762 ઇલેક્ટ્રિક મોટરસાઇકલની સીધી સ્પર્ધા આ જ કિંમતમાં બજારમાં રહેલી ટોર્ક ક્રાટોસ આર અને મેટર એરા સાથે થશે. CSR 762 ઈ-બાઈક ત્રણ કલરમાં ઉપલબ્ધ છે અને આગળના ભાગમાં LED DRL પણ છે.
આ પણ વાંચો મહિન્દ્રાએ લોન્ચ કરી ઈલેક્ટ્રિક કાર XUV400ની પ્રો રેન્જ, બુકિંગ શરૂ, જાણો કિંમત અને ફીચર્સ