AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાર્ક કરેલી કારમાં અચાનક ખૂલી એરબેગ, 25 વર્ષના યુવકનું મોત; તમારી કારમાં પણ હોઈ શકે આ છુપાયેલો ખતરો

એરબેગને આપણે સુરક્ષાનું સૌથી મોટું હથિયાર માનીએ છીએ, પરંતુ એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. પાર્ક કરેલી કારમાં અચાનક એરબેગ ખુલતાં 25 વર્ષના યુવકનું મોત થયું. જાણો આ ઘટના કેમ બની અને તમારી કારમાં આવી દુર્ઘટના ન બને તે માટે શું કરવું.

પાર્ક કરેલી કારમાં અચાનક ખૂલી એરબેગ, 25 વર્ષના યુવકનું મોત; તમારી કારમાં પણ હોઈ શકે આ છુપાયેલો ખતરો
| Updated on: Jun 27, 2026 | 6:08 PM
Share

કારમાં એરબેગ હોય એટલે આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ કે અકસ્માત સમયે તે આપણો જીવ બચાવશે. પરંતુ શું તમને ખબર છે કે કેટલીક પરિસ્થિતિમાં આ જ એરબેગ જીવલેણ પણ બની શકે છે? મુંબઈ નજીકના મીરા રોડ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ દરેક કાર માલિકને ચિંતામાં મૂકી દીધા છે.

અહેવાલો મુજબ 25 વર્ષનો મોહિત સોની પોતાની લગભગ 15 વર્ષ જૂની હોન્ડા કારમાં બેઠો હતો. કાર રસ્તાની બાજુમાં પાર્ક હતી અને કોઈપણ પ્રકારનો અકસ્માત થયો નહોતો. તે દરમિયાન અચાનક સ્ટિયરિંગમાં લાગેલો એરબેગ ખુલી ગયો. એરબેગનું પ્લાસ્ટિક કવર ભારે દબાણ સાથે બહાર ફંગોળાયું અને સીધું તેની ગરદન પર વાગ્યું. ગંભીર ઈજા અને વધુ રક્તસ્ત્રાવના કારણે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત થયું. પોલીસ તપાસમાં કાર પર બહારથી કોઈ ટક્કરના નિશાન મળ્યા નથી.

આખરે અકસ્માત વગર એરબેગ કેવી રીતે ખુલે?

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે એરબેગ માત્ર ગંભીર ટક્કર સમયે જ સક્રિય થાય છે. જોકે 10થી 15 વર્ષ જૂની કારોમાં સેન્સરની ખામી, ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ અથવા પાણીના કારણે થયેલા નુકસાનથી ખોટો સિગ્નલ મળતા એરબેગ અચાનક પણ ખુલી શકે છે. લાંબા સમય સુધી જાળવણી ન કરવામાં આવે તો આવી સમસ્યાનો ખતરો વધી જાય છે.

એરબેગ કેમ બની શકે જીવલેણ?

એરબેગને પળવારમાં ફુલાવવા માટે અંદર ગેસ બનાવતી એક શક્તિશાળી પ્રક્રિયા થાય છે. આ દરમિયાન એરબેગ ખૂબ જ ઊંચી ઝડપે બહાર આવે છે. જો ડ્રાઇવર સ્ટિયરિંગની ખૂબ નજીક બેઠો હોય અથવા પ્લાસ્ટિક કવર જૂનું અને નબળું થઈ ગયું હોય તો તે ગંભીર ઈજાનું કારણ બની શકે છે. આ ઘટનામાં પણ પ્લાસ્ટિક કવર ગરદન પર વાગતાં જીવલેણ ઈજા થઈ હતી.

તમારી સુરક્ષા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

જો તમારી કાર 10 વર્ષથી વધુ જૂની હોય તો એરબેગ સિસ્ટમની અધિકૃત સર્વિસ સેન્ટર પર નિયમિત તપાસ કરાવો. ડેશબોર્ડ પર Airbag Warning Light દેખાય તો તેને ક્યારેય અવગણશો નહીં અને તરત જ ચેક કરાવો. ઉપરાંત ડ્રાઇવિંગ કરતી વખતે સ્ટિયરિંગથી ઓછામાં ઓછું 10 ઇંચનું અંતર જાળવો. સમયસર સર્વિસિંગ અને થોડી સાવચેતી તમને આવી ગંભીર દુર્ઘટનાથી બચાવી શકે છે.

કેન્સરની સારવારમાં નવી આશા, ભારતમાં લોન્ચ થઈ 2.15 લાખ રૂપિયાની નવી દવા

Follow Us
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
g clip-path="url(#clip0_868_265)">