પેટ્રોલ-ડીઝલનો જમાનો ગયો, હવે રસ્તા પર ધૂમ મચાવવા આવી ગઈ Hydrogen Bus, જાણો સમગ્ર વિગત

Olectra Greentechને હાઇડ્રોજન બસ વિકસાવવા માટે રિલાયન્સ સાથે ભાગીદારી કરી છે. આ બસ લાવવા પાછળ કંપનીનો ધ્યેય શું છે અને આ બસ ક્યારે શરૂ થશે, ચાલો જાણીએ.

પેટ્રોલ-ડીઝલનો જમાનો ગયો, હવે રસ્તા પર ધૂમ મચાવવા આવી ગઈ Hydrogen Bus, જાણો સમગ્ર વિગત
first hydrogen bus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 4:37 PM

MEIL એટલે કે Megha Engineering & Infrastructure Limitedની સહાયક કંપની OGL એટલે કે Olectra Greentech Limited એ તેની પ્રથમ હાઇડ્રોજન બસનું લોકાર્પણ કર્યું છે. તમને જણાવી દઈએ કે ઓલેક્ટ્રા કંપનીએ આ હાઈડ્રોજન બસને માર્કેટમાં લોન્ચ કરવા માટે રિલાયન્સ સાથે હાથ મિલાવ્યા છે.

હાઇડ્રોજન બસ લાવવા પાછળનું આ કારણ છે

કુદરતી સંસાધનોની અછત અને વાતાવરણમાં વધતા વાયુ પ્રદૂષણ અને ઉત્સર્જનની નકારાત્મક અસરોને ધ્યાનમાં રાખીને, ઓલેક્ટ્રાએ હાઇડ્રોજનથી ચાલતી બસો તૈયાર કરવાની પહેલ કરી છે. આ બસને કારણે વાયુ પ્રદૂષણને કાબૂમાં લઈ શકાશે.

જાણો Olectra Reliance Hydrogen Bus  ક્યારે થશે લોન્ચ

હાઇડ્રોજન બસને લોન્ચ કરતી વખતે એવી માહિતી આપવામાં આવી છે કે, કંપની આ બસને એક વર્ષની અંદર કોમર્શિયલ રીતે બજારમાં ઉતારશે. આ 12 મીટર લો ફ્લોર બસમાં કસ્ટમાઈઝ સીટિંગ કેપેસિટી ઉપલબ્ધ છે, તમને જણાવી દઈએ કે આ બસમાં 32થી 49 મુસાફરો મુસાફરી કરી શકશે. આ સિવાય ડ્રાઈવર માટે અલગ સીટ આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

હાઈડ્રોજન બસ સરકારનું સ્વપ્ન સાકાર કરશે

ઓલેક્ટ્રા કંપનીની આ પહેલ ભારત સરકારને તેની કાર્બન મુક્ત હાઇડ્રોજન મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરશે. ઓલેક્ટ્રા હાઇડ્રોજન બસ દ્વારા પર્યાવરણને સ્વચ્છ બનાવવાનો હેતુ છે.

આ બસ કેટલા કિલોમીટર ચાલશે

તમને જણાવી દઈએ કે એકવાર સંપૂર્ણ હાઈડ્રોજન ભરાઈ જાય તો આ બસ 400 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. જ્યારે ઉત્સર્જનની વાત આવે છે, તો અમે તમને જણાવીએ કે આ હાઇડ્રોજન બસ ટેલપાઇપ ઉત્સર્જનના સ્વરૂપમાં માત્ર પાણી જ જનરેટ કરે છે. આ બસની આ સૌથી મહત્વની અને ખાસ વાત છે. જે જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનોને ગ્રીન બસોથી બદલવામાં મદદ કરશે. મહત્વનું છે કે, કંપનીએ આ હાઇડ્રોજન બસમાં ટાઇપ 4 હાઇડ્રોજન સિલિન્ડર વાપર્યા છે.

સરકારે બજેટમાં ગ્રીન એનર્જીને વેગ આપવા પ્રયત્ન

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમૃત કાળમાં રજૂ કરેલા બજેટમાં સપ્તઋષિને ધ્યાનમાં રાખતા 7 સંકલ્પ સાથે બજેટની 7 પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારે આ બજેટમાં સાત બાબતોમાં સૌના સાથે સૌના વિકાસ, સર્વાંગી વિકાસ, હરિત વિકાસ, યુવા શક્તિને વેગ, પ્રાથમિક માળખામાં સુધારો, માછીમારો માટે વિશેષ ફંડ જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે

તો યુવાનો માટે કૃષિ વર્ધક નીતિ અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે . સાથે સાથે ગ્રીન એનર્જીને વેગ આપવા માટે હરિત ઋણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન એનર્જી મિશન માટે 19,700 કરોડની ફાળવણી – શૂન્ય કાર્બન ઉત્સર્જન લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે. પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે. બજેટ ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, બજેટમાં ગ્રીન એનર્જી માટે નવી નીતિ બનાવવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">