AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MG મોટર્સે આ 4 ગાડીઓના લિમિટેડ એડિશન કર્યા લોન્ચ, જાણો કેટલી છે કિંમત ?

100 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે MG મોટરે ભારતીય બજારમાં ગ્રાહકો માટે લિમિટેડ એડિશનના ચાર નવા મોડલ લોન્ચ કર્યા છે. ત્યારે એ જાણી લઈએ કે કારના કયા લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે અને આ મોડલ્સની કિંમત શું છે ? આ સિવાય લિમિટેડ એડિશનમાં બીજું શું ખાસ આપવામાં આવ્યું છે.

MG મોટર્સે આ 4 ગાડીઓના લિમિટેડ એડિશન કર્યા લોન્ચ, જાણો કેટલી છે કિંમત ?
MG Motors
| Updated on: May 13, 2024 | 3:14 PM
Share

MG મોટર્સે 100 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ ખુશીની ઉજવણી કરવા માટે કંપનીએ ગ્રાહકો માટે ભારતીય બજારમાં તેની ગાડીઓના 100 વર્ષની ઉજવણીના લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યા છે. MG મોટરે બ્રિટિશન રેસિંગ ગ્રીન કલર સ્કીમ સાથે લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યા છે.

MG Hector, MG Astor, MG ZS EV અને MG Comet EV આ ચાર ગાડીઓના લિમિટેડ એડિશન મોડલ ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે આ મોડલ્સના લિમિટેડ એડિશન વેરિઅન્ટની કિંમત કેટલી છે ?

MG Comet લિમિટેડ એડિશનની કિંમત

MGની આ નાની ઇલેક્ટ્રિક કારનું લિમિટેડ એડિશન મોડલ ફક્ત એક્સક્લુઝિવ FC વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ થશે. આ વેરિઅન્ટ ખરીદવા માટે તમારે 9.40 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ખર્ચવા પડશે.

MG Aster અને Hectorની કિંમત શું છે ?

MG Aster અને Hectorનું લિમિટેડ એડિશન મોડલ Sharp Pro વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે અને આ મોડલની કિંમત રૂ. 14.81 લાખ (એક્સ-શોરૂમ) થી રૂ. 21.20 લાખ (એક્સ-શોરૂમ) છે. તમને એક્સક્લુઝિવ પ્લસ વેરિઅન્ટમાં MG ZE EVનું લિમિટેડ એડિશન મોડલ મળશે અને આ વેરિઅન્ટની કિંમત કંપનીએ 24.18 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરી છે.

લિમિટેડ એડિશનમાં શું ખાસ છે ?

આ લિમિટેડ એડિશન મોડલ્સમાં તમે ટેલગેટ પર સ્ટેરી બ્લેક ફિનિશ અને 100 યર એડિશન બેજ સાથે ડાર્ક ફિનિશ લખેલું જોવા મળશે. એક્સટીરીયરમાં કેવા બદલાવ જોવા મળશે તે વિશે વાત કરીએ તો કારના ઈન્ટિરિયરમાં બ્લેક થીમ સાથે ફ્રન્ટ હેડરેસ્ટ પર 100-યર એડિશન એમ્બ્રોઈડરીમાં લખેલ હશે.

ફીચર્સમાં કોઈ ફેરફાર હશે ?

હાલમાં MG મોટરે કોઈ માહિતી આપી નથી કે એસ્ટર, કોમેટ EV, હેક્ટર અને MG ZS EVની ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે નહીં ? ચારેય ગાડીઓના નવા લિમિટેડ એડિશન મોડલને MGની અધિકૃત સાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો આવી હશે પ્રથમ ઈલેક્ટ્રિક Flying Car, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ફોટો, 200 કિમીની હશે રેન્જ

Follow Us
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">