AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીપ કાર ડીલ : જો તમે જીપ મેરિડીયન કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો થશે લાખો રૂપિયાનો ફાયદો

આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એ ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે જીપ મેરિડીયન કાર ખરીદવા માગો છો, તો આ કારને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે, કારણ કે આ કાર ગુજરાતમાંથી ખરીદશો તો તમને લાખો રૂપિયા ફાયદો થશે.

ચીપ કાર ડીલ : જો તમે જીપ મેરિડીયન કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો થશે લાખો રૂપિયાનો ફાયદો
Jeep MeridianImage Credit source: Jeep
| Updated on: Nov 05, 2023 | 9:42 PM
Share

દરેક વ્યક્તિ માટે પોતાના જીવનની પ્રથમ કાર ખરીદવી એ સપનું હોય છે. જેને પુરૂં કરવા માટે પોતાની કમાણીના અમુક ભાગની તે બચત કરતો હોય છે. તો બીજી તરફ એવો વર્ગ પણ છે, જે પોતાના મોજ શોખ માટે મોંઘી મોંઘી કાર ખરીદતા હોય છે.

ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એ ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે જીપ મેરિડીયન કાર ખરીદવા માગો છો, તો આ કારને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે, કારણ કે આ કાર ગુજરાતમાંથી ખરીદશો તો તમને લાખો રૂપિયા ફાયદો થશે.

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમારે જીપ મેરિડીયન કાર ખરીદવી છે, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ રૂપિયા 3.60 લાખ સસ્તી મળી રહી છે. આ ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્રનું પાડોશી રાજ્ય હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

જીપ મેરિડીયન કારના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જીપ મેરિડીયન કારનું બેઝ મોડલ ગુજરાતમાં રૂ.2.44 લાખ સસ્તું મળી રહ્યું છે. ત્યારે આજે અમે તમને જણાવી દઈએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ કારના બેઝ મોડલની કિંમત કેટલી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે જીપ મેરિડીયન (ડીઝલ) બેઝ મોડલની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ 38.24 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના પુણેમાં આજ કારની પ્રાઇસ 40.68 લાખ રૂપિયા છે. તેથી જો તમે આ કારના બેઝ આ મોડલને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.2.44 લાખનો ફાયદો થશે.

જીપ મેરિડીયન કારની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ

Jeep Meridian car is cheaper in Gujarat than Maharashtra

Jeep Meridian

જીપ મેરિડીયન કારની મહારાષ્ટ્રના પુણેમાં ઓન રોડ પ્રાઇસ

આ પણ વાંચો ચીપ કાર ડીલ : જો તમે હ્યુન્ડાઇ ઓરા કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો સસ્તી મળશે

આ જ રીતે જીપ મેરિડીયન કારના ટોપ મોડલની વાત કરીએ તો, મહારાષ્ટ્રના પુણેમાં ટોપ મોડલની ઓન રોડ પ્રાઇસ 47.59 લાખ રૂપિયા છે, તો આજ મોડલ ગુજરાતના સુરતમાં તમને રૂપિયા 43.99 લાખમાં મળી રહ્યું છે, તેથી જો તમે જીપ મેરિડીયન કારના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદશો તો રૂપિયા 3.60 લાખનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">