Cheap Car Deal : જો તમે Toyota Innova કાર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા લાખનો ફાયદો

આજકાલ ઘણી 7 સીટર કાર ટ્રેન્ડમાં ચાલી રહી છે, પરંતુ આ રેસમાં હંમેશા Toyota Innova આગળ રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે આ કાર ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. Toyota Innova Crystaની વાત કરીએ તો આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી છે.

Cheap Car Deal : જો તમે Toyota Innova કાર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા લાખનો ફાયદો
Toyota Innova
| Edited By: | Updated on: Sep 20, 2023 | 8:47 PM

Cheap Car Deal : ભારતમાં પેટ્રોલ કાર (Car) કરતાં ડીઝલ કાર ઓછી વેચાય છે, પરંતુ લોકોમાં ડીઝલ કારનો ક્રેઝ વધારે જોવા મળતો હોય છે. આજકાલ ઘણી 7 સીટર કાર ટ્રેન્ડમાં ચાલી રહી છે, પરંતુ આ રેસમાં હંમેશા Toyota Innova આગળ રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે આ કાર ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. Toyota Innova Crystaની વાત કરીએ તો આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી છે.

આ પણ વાંચો Cheap Car Deal : Maruti Wagon R કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કિંમતમાં કેટલો છે તફાવત

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમે Toyota Innova Crysta કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર તમારા પડોશી રાજ્ય ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે Toyota Innova Crysta કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને રુપિયા 2.92 લાખનો ફાયદો થશે.

Toyota Innova Crystaના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.2.01 લાખનો ફાયદો

જો તમે Toyota Innova Crysta કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Toyota Innova Crysta (ડિઝલ)ના બેઝ મોડલની ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ 22.01 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના નાસિકમાં આજ કારની પ્રાઇસ 24.02 લાખ રૂપિયા છે. તેથી જો તમે Toyota Innova Crystaનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.2.01 લાખનો ફાયદો થશે.

Toyota Innova Crystaના બેઝ મોડલની ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ

Toyota Innova

 

Toyota Innova Crystaના બેઝ મોડલની મહારાષ્ટ્રના નાસિકમાં ઓન રોડ પ્રાઇસ

Toyota Innova Crystaના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Toyota Innova Crystaના (ડીઝલ) ટોપ મોડલની વાત કરીએ તો મહારાષ્ટ્રના નાસિકમાં ઓન રોડ પ્રાઇસ 31.49 લાખ રૂપિયા છે. તો ગુજરાતના વાપીમાં ટોપ મોડલ તમને 28.57 લાખ રૂપિયામાં જ મળી રહ્યું છે. તેથી જો તમે Toyota Innova Crystaનું ટોપ મોડલ ખરીદવા માંગતા હોવ, તો મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.2.92 લાખનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો