ચીપ કાર ડીલ : ટાટા નેક્સોન ઈવી કારને ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાંથી ખરીદવાથી થશે આટલા લાખનો ફાયદો
જો તમે પણ ઈલેક્ટ્રિક કાર ખરીદવા માગતો હોવ, તો તેને ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. તેના વિશે આજે તમને આ લેખમાં માહિતી આપીશું. જો તમે ગુજરાતમાં રહો છો અને ટાટા નેક્સોન ઈવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર મહારાષ્ટ્રમાંથી ખરીદવી ફાયદાકારક છે.
ભારતમાં ડીઝલ અને પટ્રોલ કારની સાથે સાથે લોકો ઈલેક્ટ્રિક કારને પણ પસંદ કરી રહ્યા છે. દેશમાં ધીરે ધીરે ઈલેક્ટ્રિક કારનું ચલણ વધી રહ્યું છે, ત્યારે જો તમે પણ ઈલેક્ટ્રિક કાર ખરીદવા માગતો હોવ, તો તેને ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. તેના વિશે આજે તમને આ લેખમાં માહિતી આપીશું. જો તમે ટાટા નેક્સોન ઈવી કાર ખરીદવા માગો છો, તો આ કાર તમને ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્રમાંથી ખરીદવાથી ફાયદો થશે.
જો તમે ગુજરાતમાં રહો છો અને ટાટા નેક્સોન ઈવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર મહારાષ્ટ્રમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાત કરતા મહારાષ્ટ્રમાંથી ટાટા નેક્સોન ઈવી કાર ખરીદવાથી તમને રુપિયા 1.09 લાખ સુધીનો ફાયદો થશે.
ટાટા નેક્સોન ઈવીના બેઝ મોડલને મહારાષ્ટ્રમાંથી ખરીદવાથી થશે ફાયદો
જો તમે ટાટા નેક્સોન ઈવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર ગુજરાત કરતા મહારાષ્ટ્રમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે ટાટા નેક્સોન ઈવીના બેઝ મોડલની ગુજરાતના અમદાવાદમાં ઓન રોડ પ્રાઇસ 16.61 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના નાસિકમાં આજ કારની પ્રાઇસ 15.52 લાખ રૂપિયા છે. તેથી જો તમે ટાટા નેક્સોન ઈવીનું બેઝ મોડલ ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાંથી ખરીદશો તો તમને રૂ.1.09 લાખનો ફાયદો થશે.
ટાટા નેક્સોન ઈવીના બેઝ મોડલની ગુજરાતના અમદાવાદમાં ઓન રોડ પ્રાઇસ
ટાટા નેક્સોન ઈવીના બેઝ મોડલની મહારાષ્ટ્રના નાસિકમાં ઓન રોડ પ્રાઇસ
આ પણ વાંચો ચીપ કાર ડીલ : મારુતિ જિમ્ની કારને રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો
ટાટા નેક્સોન ઈવીના ટોપ મોડલને કયાંથી ખરીદવાથી થશે ફાયદો
ટાટા નેક્સોન ઈવીના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં ઓન રોડ પ્રાઇસ 22.36 લાખ રૂપિયા છે. તો મહારાષ્ટ્રના નાસિકમાં ટાટા નેક્સોન ઈવીનું ટોપ મોડલ 20.96 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે ટાટા નેક્સોન ઈવીનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે મહારાષ્ટ્રમાંથી ખરીદવાથી રૂ.1.04 લાખનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો