Cheap Car Deal : MG Hector કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલી છે કિંમત

જો તમે રાજસ્થાનમાં રહો છો અને MG Hector કાર ખરીદવા માંગો છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી ફાયદાકારક છે. કારણ કે આ કાર પર તમને ગુજરાતમાં રૂ.1.74 લાખ સુધીનો ફાયદો થશે. રાજસ્થાન ગુજરાતના સાથે સરહદ ધરાવે છે, તેથી તમારે બહુ દૂર જવાની પણ જરૂર નથી.

Cheap Car Deal : MG Hector કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલી છે કિંમત
MG Hector
| Edited By: | Updated on: Sep 21, 2023 | 11:24 PM

Cheap Car Deal : તહેવારોની સિઝનમાં લોકો નવા વાહનની ખરીદી કરતા હોય છે. મધ્યમ વર્ગના લોકોને પોતાના જીવનની પ્રથમ કાર (Car) ખરીદવી એ સપનું હોય છે. મોંઘવારીના કારણે કારની કિંમતોમાં પણ સતત વધારો થતો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે MG Hector કાર ખરીદવા માંગો છો, તો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. MG Hector કારને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Toyota Innova કાર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા લાખનો ફાયદો

જો તમે રાજસ્થાનમાં રહો છો અને MG Hector કાર ખરીદવા માંગો છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી ફાયદાકારક છે. કારણ કે આ કાર પર તમને ગુજરાતમાં રૂ.1.74 લાખ સુધીનો ફાયદો થશે. રાજસ્થાન ગુજરાતના સાથે સરહદ ધરાવે છે, તેથી તમારે બહુ દૂર જવાની પણ જરૂર નથી.

MG Hector કારના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.1.45 લાખનો ફાયદો

જો તમે MG Hector કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાન કરતા ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે MG Hector (ડિઝલ)ના બેઝ મોડલની ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ 21.16 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ઉદયપુરમાં આજ કારની પ્રાઇસ 22.61 લાખ રૂપિયા છે. તેથી જો તમે MG Hectorનું બેઝ મોડલ રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.1.45 લાખનો ફાયદો થશે.

ગુજરાતના મહેસાણામાં MG Hector કારની કિંમત

રાજસ્થાનના ઉદયપુરમાં MG Hector કારની કિંમત

MG Hector ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

MG Hectorનું બેઝ મોડલ રાજસ્થાન કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે MG Hectorના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. MG Hectorના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ 25.45 લાખ રૂપિયા છે. જ્યારે રાજસ્થાનના ઉદયપુરમાં ટોપ મોડલની પ્રાઇસ 27.19 લાખ રૂપિયા છે. તેથી જો તમે MG Hectorનું ટોપ મોડલ ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.1.74 લાખનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો