Cheap Car Deal : જો તમે Skoda Kushaq કાર ખરીદવા માગો છો, તો રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી
Skoda Kushaq કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. Skoda Kushaq (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ 12.10 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ઉદયપુરમાં આજ કારની કિંમત 12.58 લાખ રૂપિયા છે.
Cheap Car Deal : મોંઘવારીના કારણે કારની (Car) કિંમતોમાં પણ વધારો થયો છે. ત્યારે આજના સમયમાં મધ્યમ વર્ગ માટે કાર ખરીદવી મુશ્કેલ બની જાય છે. કાર ખરીદવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ખરીદવા માંગતા હોવ તો, તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે Skoda Kushaq કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર તમને રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળશે.
આ પણ વાંચો Cheap Bike Deal : Hero Xtreme બાઈકને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
જો તમે રાજસ્થાનમાં રહો છો અને Skoda Kushaq કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર તમારા પડોશી રાજ્ય ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે Skoda Kushaq કાર રાજસ્થાન કરતા ગુજરાતમાં રુપિયા 1.08 લાખ સસ્તી મળી રહી છે.
Skoda Kushaqના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.48 હજારનો ફાયદો
જો તમે Skoda Kushaq કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Skoda Kushaq (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ 12.10 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ઉદયપુરમાં આજ કારની કિંમત 12.58 લાખ રૂપિયા છે. તેથી જો તમે Skoda Kushaqનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.48 હજારનો ફાયદો થશે.
Skoda Kushaqના બેઝ મોડલની ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ
Skoda Kushaqના બેઝ મોડલની રાજસ્થાનના ઉદયપુરમાં ઓન રોડ પ્રાઇસ
Skoda Kushaqના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
Skoda Kushaqના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુરમાં ઓન રોડ પ્રાઇસ 23.33 લાખ રૂપિયા છે. તો ગુજરાતના મહેસાણામાં Skoda Kushaqનું ટોપ મોડલ 22.25 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે Skoda Kushaqનું ટોપ મોડલ ખરીદવા માંગતા હોવ તો રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.1.08 લાખનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો