AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj CNG Bike Launch : વિશ્વની પ્રથમ CNG બાઈક થઈ લોન્ચ, દેશમાં સૌથી પહેલા ગુજરાતના રસ્તા પર દોડશે, જાણો ફીચર્સ

બજાજ ઓટોએ ગ્રાહકો માટે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરી છે. આ બાઇકની કિંમત શું છે અને આ બાઇકની ડિઝાઇન કેવી છે અને કંપનીએ આ બાઇકમાં ગ્રાહકોને કઈ ખાસ વસ્તુ આપી છે? ચાલો વિગતવાર તમને જણાવી.

Bajaj CNG Bike Launch : વિશ્વની પ્રથમ CNG બાઈક થઈ લોન્ચ, દેશમાં સૌથી પહેલા ગુજરાતના રસ્તા પર દોડશે, જાણો ફીચર્સ
| Updated on: Jul 05, 2024 | 7:34 PM
Share

બજાજ ઓટોએ ભારતીય બજારમાં વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરી છે. વિશ્વની આ પ્રથમ CNG બાઇકનું નામ ફ્રીડમ છે. બજાજ ઓટોએ આ બાઇકની સેફ્ટી સાથે કોઇ બાંધછોડ કરી નથી અને તેને માર્કેટમાં લોન્ચ કરતા પહેલા આ બાઇકે 11 અલગ-અલગ સેફ્ટી ટેસ્ટ પાસ કરી છે.

કંપનીએ બજાજ ફ્રીડમ સીએનજી બાઇકની પાંચ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે જે તેને સૌથી ખાસ બનાવે છે. પ્રથમ કન્ટેમ્પરરી સ્ટાઇલ, બીજું નવીન ટેક પેકેજિંગ, ત્રીજી મોટી સીટ, ચોથી મજબૂત ટ્રેલીસ ફ્રેમ અને પાંચમી લિંક્ડ મોનોશોક. બજાજ ફ્રીડમ સીએનજીના લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સીએનજી ટુ-વ્હીલર ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર 1 રૂપિયા હશે.

Bajaj Freedom CNG Motorcycle Features

બજાજ ઓટોની આ ફ્રીડમ CNG બાઈકમાં 2 કિલોનો સીએનજી સિલિન્ડર અને 2 લીટરની ઈંધણની ટાંકી છે. આ સિવાય કંપનીએ વધુ સારી સુવિધા માટે લિંક્ડ મોનોશોકનો ઉપયોગ કર્યો છે.

Bajaj Freedom CNG Bike Price in India

બજાજ ઓટોએ 95 હજાર રૂપિયાની શરૂઆતની કિંમત સાથે ગ્રાહકો માટે વિશ્વની પ્રથમ CNG બાઇક બજારમાં ઉતારી છે. આ બાઇકને 7 અલગ-અલગ રંગોમાં લોન્ચ કરવામાં આવી છે અને તમને આ બાઇક ત્રણ વેરિયન્ટમાં મળશે. આ બાઇકનું બેઝ ડ્રમ વેરિઅન્ટ રૂ. 95 હજાર, ડ્રમ એલઇડી વેરિએન્ટ રૂ. 1.05 લાખ (એક્સ-શોરૂમ) અને ટોપ ડિસ્ક વેરિએન્ટ રૂપિયા 1.10 લાખ (x-શોરૂમ)માં ઉપલબ્ધ થશે.

Bajaj Freedomમાં CNG ટાંકી ક્યાં આપવામાં આવે છે?

સૌથી મોટી વાત એ હતી કે CNG સિલિન્ડર ક્યાં મૂક્યો છે? કંપનીએ સીએનજી સિલિન્ડરને સીટની નીચે રાખ્યું છે. ચાલો જાણીએ કે આ બાઇક કેટલા કિલોમીટર માઇલેજ આપશે?

Bajaj Freedom CNG Mileage

આ બાઇકમાં 125 cc સિંગલ સિલિન્ડર એન્જિન છે જે પેટ્રોલ અને CNG બંને પર ચાલી શકે છે. બજાજ ઓટોનો દાવો છે કે આ બાઇક સાથે ગ્રાહકોને બંને ઇંધણ પર કુલ 330 કિલોમીટર સુધીની માઇલેજ મળશે. પેટ્રોલથી સીએનજી અને સીએનજીથી પેટ્રોલમાં જવા માટે બાઇકમાં એક બટન આપવામાં આવ્યું છે, જે આ કામને સરળ બનાવશે.

બજાજ ફ્રીડમ 125 ભારતમાં રૂ. 95,000 (એક્સ-શોરૂમ) માં લોન્ચ કરવામાં આવી છે, અને હવે બાઇક માટે બુકિંગ ખુલ્લું છે. સૌપ્રથમ, બજાજ ફ્રીડમ 125 મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં ઉપલબ્ધ થશે, ત્યારબાદ તેને તબક્કાવાર અન્ય રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">