AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરે વાહ… હવે સ્કૂટર પણ આપણી સાથે વાત કરશે અને રસ્તો બતાવશે, ‘Ather’ લાવ્યું નવું ‘સ્માર્ટ ફીચર’

Ather Energy એ તેના સ્કૂટર્સ માટે નવું ‘Voice on Ather’ ફીચર લોન્ચ કર્યું છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની મદદથી હવે રાઇડર્સ માત્ર અવાજ આપીને નેવિગેશન, મ્યુઝિક અને ફોન કોલ્સ જેવી સુવિધાઓને કંટ્રોલ કરી શકશે.

અરે વાહ... હવે સ્કૂટર પણ આપણી સાથે વાત કરશે અને રસ્તો બતાવશે, 'Ather' લાવ્યું નવું 'સ્માર્ટ ફીચર'
| Updated on: Jun 10, 2026 | 7:14 PM
Share

ભારતની ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની Ather Energy એ તેના સ્કૂટર્સને વધુ સ્માર્ટ બનાવી દીધા છે. કંપનીએ ‘Voice on Ather’ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે, જેની મદદથી હવે રાઇડર હાથ લગાવ્યા વગર માત્ર અવાજ (વોઇસ કમાન્ડ) આપીને ઘણા કામ કરી શકશે. ખાસ વાત એ છે કે, આગામી સમયમાં આ સ્કૂટર પોતે પણ રાઇડર સાથે વાત કરશે અને જરૂરી માહિતી આપશે.

અવાજથી થશે સ્કૂટરનું કંટ્રોલ

Ather ના Gen 3 અને તેનાથી નવા મોડલ્સમાં આ ફીચર આપવામાં આવ્યું છે. Ather 450X, 450 Apex અને Rizta Z ના રાઇડર્સ હવે બ્લૂટૂથ હેડસેટ અથવા Halo સ્માર્ટ હેલ્મેટ દ્વારા સ્કૂટરને વોઇસ કમાન્ડ આપી શકે છે. રાઇડર માત્ર બોલીને નેવિગેશન શરૂ કરી શકે છે, કોઈ સ્થળની માહિતી શોધી શકે છે અને નજીકના ચાર્જિંગ સ્ટેશનને લગતી ખબર મેળવી શકે છે.

કેટલી છે ‘કિંમત’?

Ather 450X – ₹ 1,52,499 શરૂઆતી કિંમત

450 Apex – ₹ 1,94,999 શરૂઆતી કિંમત

Rizta Z – ₹ 1,36,999 શરૂઆતી કિંમત

જો કે, જેમ-જેમ આ મોડલમાં નવા ફીચર્સ ઉમેરાશે, તેમ તેની કિંમતમાં વધારો થઈ શકે છે.

ફોન કોલથી લઈને મ્યુઝિક સુધી… બધું જ એક અવાજથી

નવું ફીચર માત્ર રસ્તો બતાવવા પૂરતું મર્યાદિત નથી. રાઇડર્સ વોઇસ કમાન્ડ દ્વારા ફોન કોલ કરી શકે છે, મ્યુઝિક કંટ્રોલ કરી શકે છે અને સ્કૂટરના ઘણા સેટિંગ્સ પણ બદલી શકે છે. આમાં ટ્રેક્શન કંટ્રોલ અને Magic Twist રીજનરેશન લેવલ જેવી સુવિધાઓને પણ પોતાના અવાજ દ્વારા કંટ્રોલ કરી શકાય છે.

ભવિષ્યમાં સ્કૂટર પોતે આપશે સૂચન

Ather નું કહેવું છે કે, આ સિસ્ટમ LLM અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટેકનોલોજી પર આધારિત છે. કંપની ભવિષ્યમાં તેને વધુ એડવાન્સ બનાવવાની તૈયારી કરી રહી છે. આગામી દિવસોમાં સ્કૂટર પોતે રાઇડર સાથે વાતચીત કરશે અને રસ્તા, બેટરી, સેફ્ટી તથા અન્ય જરૂરી બાબતો સાથે જોડાયેલી માહિતી, સૂચનો અને એલર્ટ આપશે. આનાથી રાઇડિંગનો અનુભવ પહેલા કરતાં વધુ સ્માર્ટ અને સુરક્ષિત બની જશે.

Ola-Uber ના વળતાં પાણી! 50% ડિસ્કાઉન્ટ અને 5-સ્ટાર સુવિધા સાથે આવી નવી ‘ટેક્સી સર્વિસ’, મુસાફરોને જલસા

Follow Us
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">