AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, રાજ્યમાં ચોમાસાનો આ છેલ્લો રાઉન્ડ, આ તારીખથી રાજ્યમાંથી વિદાય લેશે મેઘરાજા- જુઓ Video

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, રાજ્યમાં ચોમાસાનો આ છેલ્લો રાઉન્ડ, આ તારીખથી રાજ્યમાંથી વિદાય લેશે મેઘરાજા- જુઓ Video

| Updated on: Sep 29, 2025 | 2:16 PM
Share

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આ સિઝનનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ દશેરા સુધી લંબાઈ શકે છે. તેમના મતે, રાજ્યમાં 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આ સિઝનનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ દશેરા સુધી લંબાઈ શકે છે. તેમના મતે, રાજ્યમાં 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે.

આ ભારે વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે, જે હવે મજબૂત થઈ ગઈ છે. હાલમાં આ સિસ્ટમ મહારાષ્ટ્ર પર લૉ-પ્રેશન તરીકે વધુ શક્તિશાળી બની રહી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદના સ્પષ્ટ એંધાણ છે.

ખાસ નોંધનીય બાબત એ છે કે આ વરસાદ માત્ર સામાન્ય નહીં, પણ ગાજવીજ સાથે તોફાની રહેવાની શક્યતા છે. નિષ્ણાતની આગાહી મુજબ, વર્ષ 2025ના ચોમાસાના વરસાદનો આ છેલ્લો અને મુખ્ય રાઉન્ડ સાબિત થઈ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 28, 2025 08:14 PM
g clip-path="url(#clip0_868_265)">