Google બંધ કરી રહ્યુ છે તેની વધુ એક સર્વિસ, આટલા દિવસ સુધી કરી શકશો ઉપયોગ
Google Plus અને Inbox by Gmailને બંધ કર્યા પછી ગૂગલે તેની વધુ એક સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યુ કે 30 એપ્રિલે Google Play Artist Hub ને પૂરી રીતે બંધ કરવામાં આવશે. ગૂગલે ગૂગલ પ્લે આર્ટિસ્ટ હબને 2012માં લોન્ચ કર્યુ હતુ. તેનાથી ભારતીય કલાકાર તેમના મ્યૂઝિકને અપલોડ કરીને ગૂગલ પ્લે સ્ટોર અને ગૂગલ […]
Google Plus અને Inbox by Gmailને બંધ કર્યા પછી ગૂગલે તેની વધુ એક સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે.
કંપનીએ જણાવ્યુ કે 30 એપ્રિલે Google Play Artist Hub ને પૂરી રીતે બંધ કરવામાં આવશે. ગૂગલે ગૂગલ પ્લે આર્ટિસ્ટ હબને 2012માં લોન્ચ કર્યુ હતુ. તેનાથી ભારતીય કલાકાર તેમના મ્યૂઝિકને અપલોડ કરીને ગૂગલ પ્લે સ્ટોર અને ગૂગલ પ્લે મ્યૂઝિક દ્વારા વેચી શકે છે.
ગૂગલ પર શું સર્ચ ના કરવું જોઈએ? આ જાણી લેજો નહીં તો જેલની હવા ખાવી પડશે
આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
30 એપ્રિલ પછી નવા સભ્યો તેની પર સાઈન ઈન નહી કરી શકે અને વર્તમાન સભ્ય તેની પર વીડિયો અપલોડ કે એડિટ નહી કરી શકે. જે પણ આર્ટિસ્ટ હાજર છે તેમને 31 મે સુધી ફાઈનલ રિપોર્ટ અને પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે. 1 જુલાઈએ આ એપ્લિકેશનને પુરી રીતે ડિલીટ કરી દેવામાં આવશે.
આ સર્વિસને બંધ કરવાને લીધે ગૂગલની લેટેસ્ટ મ્યૂઝીક સર્વિસ ઓફર Youtube Music હોય શકે છે. જેના પર કંપની વધારે ફોકસ કરવા ઈચ્છે છે. ગૂગલે પણ જાહેરાત કરી દીધી છે કે થોડા સમયમાં જ તે તેમના Google Play Musicને યુ-ટયૂબ મ્યૂઝીકમાં બદલી શકે છે.
તાજેત્તરમાં જ ગૂગલે Google Plusને બંધ કરી દીધી છે. કંપનીએ Google Plusને બંધ કરવાનો નિર્ણય 5 કરોડથી પણ વધારે લોકોના ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્યો હતો. ગૂગલે તેની એપ્લિકેશન Allo અને Inbox by Gmailને પણ બંધ કરી દીધી છે.