દુનિયાના સૌથી શક્તિશાળી દેશ મનાતા એવા અમેરિકાના સૈનિકો આ ગુજરાતી દિકરીને કરે છે સલામ

|

Sep 20, 2020 | 10:57 PM

અંગ્રેજીમાં એક કહેવત છેઃ The deeper the roots, the greater the fruits. USAમાં રહેતી ગુજરાતી યુવતી ડૉ. શેનીકા શાહની સિદ્ધીઓ પણ આવી જ છે. ફિઝિશિયન શેનીકા શાહ US આર્મીમાં કેપ્ટન તરીકે કાર્યરત છે. ગુજરાતી મૂળની ડૉ. શેનીકા શાહને યુ.એસ.આર્મીમાં કેપ્ટન તરીકે હાલમાં જ પ્રમોશન મળ્યું છે. ઉચ્ચ અભ્યાસ અને આકરી તાલીમ બાદ શેનીકાએ આ સિદ્ધીઓ […]

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ મનાતા એવા અમેરિકાના સૈનિકો આ ગુજરાતી દિકરીને કરે છે સલામ

Follow us on

અંગ્રેજીમાં એક કહેવત છેઃ The deeper the roots, the greater the fruits. USAમાં રહેતી ગુજરાતી યુવતી ડૉ. શેનીકા શાહની સિદ્ધીઓ પણ આવી જ છે. ફિઝિશિયન શેનીકા શાહ US આર્મીમાં કેપ્ટન તરીકે કાર્યરત છે. ગુજરાતી મૂળની ડૉ. શેનીકા શાહને યુ.એસ.આર્મીમાં કેપ્ટન તરીકે હાલમાં જ પ્રમોશન મળ્યું છે. ઉચ્ચ અભ્યાસ અને આકરી તાલીમ બાદ શેનીકાએ આ સિદ્ધીઓ હાંસલ કરી છે. એક ભારતીય તરીકે આ વાતનો આપણને જરૂર ગર્વ થાય કે દુનિયાના સૌથી શક્તીશાળી મનાતા એવા અમેરિકાના સૈનિકો આપણાં દેશની દિકરીને સેલ્યુટ કરે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડૉ. શેનીકા શાહે પ્રમોશન બાદ હવે આર્મી હોસ્પિટલમાં સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે. મેડિકલ સ્કૂલમાંથી આ વર્ષે ગ્રેજ્યુએટ થયા બાદ શેનીકા શાહને US આર્મીમાં કેપ્ટનના હોદા ઉપર પ્રમોશન આપવામાં આવ્યું છે. શેનિકાએ કમ્યુનિટીમાંથી જે કંઈક મેળવ્યું છે તેને પરત આપવા માટે ઉત્સુક છે. સૈનિકો અને તેમના પરિવારની સેવાઓ કરવાનો શેનીકાને ઘણો આનંદ છે, તેના જીવનનો ધ્યેય એક સફળ ઓબીજીવાયએન ચિકિત્સક અને સર્જન બનવાનો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મુંબઈ ટૂ ન્યુયોર્કઃ વતનથી દૂર રહેવા છતાં દેશના મૂલ્યો જાળવી રાખ્યા

શેનીકા શાહના પિતા પ્રિતમ શાહ અને માતા કવિતા શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતાનો પરિવાર રાજસ્થાનના પિંડવાડા અને માતાનો પરિવાર ગુજરાતના મહુવા ખાતે રહેતો હતો. પ્રિતમ અને કવિતા શાહ મુંબઈથી બાદમાં ન્યુયોર્ક શિફ્ટ થયા હતા. શેનીકા શાહનો જન્મ અને ઉછેર ન્યુયોર્કમાં થયો અને તેણે હેરિક્સ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું. દરમિયાન તેણે ભરતનાટ્યમ્, કરાટે સહિતની અનેક ઈત્તર પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. શેનીકાને બાળપણથી સ્પોર્ટ્સમાં દોડ, કૂદની સાથે ક્રિકેટ જેવી રમત રમવામાં ઘણો આનંદ મળતો હતો. અભ્યાસના સિવાયનો સમય રીડિંગની સાથે સતત 3 કલાક સુધી સ્પોર્ટ્સમાં પ્રેકિટ્સ કરતી હતી. તેમજ 14 વર્ષ સુધી ભરતનાટયમ શીખીને ડિગ્રી મેળવી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શેનીકાએ ન્યુયોર્ક ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં 7 વર્ષ સ્ટડી કરી ‘બેચલર ઓફ સાયન્સ’ અને ‘ડૉક્ટર ઓફ ઑસ્ટિઑપેથી મેડિસિન (એમડી)’ની ડિગ્રી મેળવી. સ્ટડી બાદ યુએસ આર્મીમાં સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે જોડાઈ હતી અને આ વર્ષે મેડિકલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ પૂરું કરતાં તેને સેકન્ડ લેફ્ટેનન્ટમાંથી કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું છે.

ત્યારે TV9 ગુજરાતી સાથે વાતચીત કરતાં ડૉ. શેનીકા શાહે જણાવ્યું કે યુવા પેઢીને હું સંદેશ આપવા માગું છું કે માર્કસ ઓરેલીયસ એ કહ્યુ છે-  “Never let the future disturb you. You will meet it, if you have to, with the same weapons of reason which today arm you against the present.”  યુવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવું ખૂબ જરૂરી છે. મેં જે હથિયાર મેળવ્યું છે તે દબાણ કરી રહ્યું છે. તે ક્રિયા છે જે અવરોધોનો સામનો કરતી વખતે જીવનમાં ફળદાયી થવાની મારી પ્રગતિમાં સહાયક છે. તે તે જ ક્રિયા છે જે કોઈ પણ મહિલાને બાળકના જન્મ તરફ દોરી જાય છે અને માતા તરીકે બહાર આવે છે, મેં એવી પસંદગીની પસંદગી કરી છે. જે OBGYNમાં મારી ભાવિ સફળતામાં મદદ કરશે.

 

Published On - 5:38 pm, Fri, 14 August 20

Next Article