Women and Health: સી-સેક્શન ડિલિવરી પછી જલ્દી રિકવરી ઇચ્છો છો, તો આ આહાર પ્લાનને અનુસરો

|

Jan 07, 2022 | 6:41 PM

સી-સેક્શન ડિલિવરીમાં મહિલાનું શરીર ખૂબ જ નબળું થઈ જાય છે, બાદમાં તેણે બાળકને દૂધ પણ પીવડાવવું પડે છે, તેથી તેણે તેના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. અહીં જાણો, ઝડપથી સ્વસ્થ થવા માટે મહિલાએ ડાયટમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

Women and Health: સી-સેક્શન ડિલિવરી પછી જલ્દી રિકવરી ઇચ્છો છો, તો આ આહાર પ્લાનને અનુસરો
Health Tips

Follow us on

નોર્મલ ડિલિવરી (Normal Delivery) પછી મહિલાની રિકવરી ઝડપથી થાય છે, પરંતુ સી-સેક્શન ડિલિવરી (C-section Delivery) પછી મહિલાને સામાન્ય સ્થિતિમાં આવવામાં થોડો સમય લાગે છે. આ સ્થિતિમાં, તેણે લાંબા સમય સુધી આરામ અને ખોરાક (Diet) પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. સર્જરીને કારણે શરીર પહેલેથી જ નબળું છે અને બાળકને ખવડાવવું પડે છે. તેથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી મહિલાના આહાર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

આ સ્થિતિમાં સ્ત્રીના આહારમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ જેવા પોષક તત્વોનો સમાવેશ કરવો જરૂરી છે. જો કે, સી-સેક્શન ડિલિવરી પછી મહિલાનુ પાચનતંત્ર બગડે છે, તેથી તે બધું ખાઈ શકતી નથી. તેથી, નિષ્ણાતની સલાહ લીધા પછી, મહિલાનો આહાર પ્લાન તૈયાર કરવો જોઈએ. વેલનેસ ડાયેટ ક્લિનિક, લખનઉના ડાયેટિશિયન ડૉ. સ્મિતા સિંઘ પાસેથી એવી બાબતો વિશે જાણો કે જે સિઝેરિયન ડિલિવરી પછી મહિલાને ઝડપથી સાજા થવામાં મદદ કરી શકે છે.

દૂધ અને દહીં જરૂરી

કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે, સ્ત્રીએ તેના આહારમાં દૂધ અને દહીંનો સમાવેશ કરવો જરૂરી છે. આ માટે દરરોજ એક ગ્લાસ ઓછી ચરબીવાળું દૂધ પીવો. આ સિવાય બપોરના ભોજનમાં દહીંનું સેવન કરો. શિયાળામાં તમે દૂધમાં મખાના, હળદર, લવિંગ, એલચી વગેરે ઉમેરીને લઈ શકો છો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ફાઈબરયુક્ત આહાર સાથે પાચનતંત્રમાં સુધારો

સિઝેરિયન ડિલિવરી પછી પાચનતંત્રમાં ખલેલ પહોંચે છે. જેના કારણે ઘણી વખત કબજિયાતની સમસ્યા થાય છે. સાથે જ અંદરના ઘાવને રૂઝાવવામાં પણ સમય લાગે છે. આ સ્થિતિમાં આહારમાં વધુને વધુ ફાઇબરયુક્ત ખોરાક લેવાની જરૂર છે. આ માટે તમારે તમારા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. આહારમાં રેસાવાળા ફળો ખાઓ અને સલાડ ખાઓ. આ સિવાય કઠોળ, લીલા ચણા, સ્ટ્રોબેરી, શક્કરિયા વગેરેનો આહારમાં સમાવેશ કરો.

ડિહાઈડ્રેશન અટકાવવા માટેની બાબતો

સિઝેરિયન ડિલિવરી પછી તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારા શરીરમાં પાણીની ઉણપ ન રહે. ડિહાઈડ્રેશનની સ્થિતિમાં કબજિયાતની સમસ્યા પણ વધી જાય છે. તેનાથી બચવા માટે પુષ્કળ પાણી પીવો. આ સિવાય હર્બલ ટી, નારિયેળ પાણી અને સૂપ પીવો. તમે આદુ-ગાજરનો સૂપ, ટામેટાંનો સૂપ, બીટરૂટ સૂપ પી શકો છો.

તાજો ખોરાક ખાઓ

ઓછામાં ઓછા 6 મહિના સુધી ઘરે બનાવેલો તાજો ખોરાક લો. બહારનો ખોરાક અને મસાલેદાર ખોરાક સંપૂર્ણપણે ટાળો. રાત્રિ ભોજન કોઈપણ સંજોગોમાં 8 વાગ્યા સુધીમાં જ લો, જેથી તેને પચવામાં પૂરો સમય મળી શકે. જો તમને મોડી રાત્રે ભૂખ લાગે તો તમે મખાના, ભાત વગેરે લઈ શકો છો.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Health : શિયાળામાં કેમ વધી જાય છે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા, આ રીતે કરો મેનેજ

આ પણ વાંચોઃ Health : સૂર્ય નમસ્કારની જેમ ચંદ્ર નમસ્કારના પણ છે અઢળક ફાયદા, મળશે શારીરિક અને માનસિક આરામ

Next Article