Hair care: પાર્લરમા ખોટો ખર્ચ ના કરો, વાળ લાંબા કરવા માટે ઘરે બનાવેલા હેર માસ્કનો ઉપયોગ કરો

|

Aug 12, 2021 | 9:44 AM

વાળને ઝડપથી વધવારવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો પણ અપનાવી શકો છો. તે આપણા વાળને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ કે, તમે વાળ માટે કયા ઘરે બનાવેલા હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.

Hair care:  પાર્લરમા ખોટો ખર્ચ ના કરો, વાળ લાંબા કરવા માટે ઘરે બનાવેલા હેર માસ્કનો ઉપયોગ કરો
પાર્લરમા ખોટો ખર્ચ ના કરો, વાળ લાંબા કરવા માટે ઘરે બનાવેલા હેર માસ્કનો ઉપયોગ કરો

Follow us on

Hair care: પ્રદૂષણ, યુવી એક્સપોઝર અને કેમિકલ આધારિત શેમ્પૂ અને કન્ડિશનર (Conditioner)ને કારણે આપણા વાળને ખુબ નુકસાન પહોંચે છે. જેનાથી વાળ (Hair) ખરવા, વાળ તૂટવા અને પાતળા થવાની સમસ્યા થાય છે.

તંદુરસ્ત વાળ (Hair)માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો પણ અપનાવી શકો છો. તે આપણા વાળને મજબૂત અને ઝડપથી લાંબા થવા માટે મદદ કરે છે. ચાલો જાણીએ કે, તમે વાળ માટે કયા હોમમેડ હેર માસ્ક (Homemade Hair Mask)નો ઉપયોગ કરી શકો છો.

એરંડા તેલ અને લસણનું હેર માસ્ક

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તાજા લસણની કળીને પીસીને તેનો રસ કાઢી લો. તેમાં 2-3 ચમચી એરંડા તેલ મિક્ષ કરો. તેને એક બોટલમાં ભરો અને તેને 3-4 દિવસ માટે અલગ રાખો. ત્યારબાદ લસણ (Garlic)ના તેલને વાળ (Hair)પર લગાવો. થોડા સમય માટે મસાજ કરો અને પછી તેને બે કલાક માટે છોડી દો પછી શેમ્પૂથી ધોઈ નાંખો.

ડુંગળી અને એલોવેરા હેર માસ્ક

2-3 મધ્યમ કદની ડુંગળી (Onion)લો અને તેને નાના ટુકડા કરો. તેમને બ્લેન્ડરમાં નાંખો અને પ્યુરી બનાવો. ડુંગળીની પ્યુરીમાંથી ચાળણી વડે રસ કાઢી લો. 2-3 ચમચી ડુંગળી (Onion)નો રસ અને એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણથી તમારા માથાની માલિશ કરો. તેને એક કલાક માટે રહેવા દો પછી વાળ ધોઈ નાંખો.

જામફળના પાન અને નાળિયેરના તેલનું હેર માસ્ક

એક મુઠ્ઠી જામફળ (guava)ના પાન લો. તેમને સારી રીતે ધોઈ લો અને નાના ટુકડા કરી લો. તેમને બ્લેન્ડરમાં નાંખી ઘટ્ટ પેસ્ટ બનાવવો. ત્યારબાદ તેમાં નારિયળનું થોડું તેલ ઉમેરી એક સાથે મિક્ષ કરી હેર માસ્ક બનાવો.આ મિશ્રણને વાળમાં લગાવી માથામાં હળવા હાથે મસાજ કરો.તેને 30 મિનિટ સુધી રહેવા દો. તે પછી શેમ્પૂથી ધોઈ લો.

મીઠો લીમડો અને આંબળાનું હેર માસ્ક

2 આંબળા (Ambala)ના નાના-નાના ટુકડા અને મીઠા લીમડાના પાનને બ્લન્ડરમાં ક્રશ કરી લો, ત્યારબાદ હળવા હાથે આ માસ્કને માથા પર લગાવો,આંગળીઓથી હળવા હાથથી થોડો સમય માલિશ કરો. તેને વાળ પર એક કલાક માટે રહેવા દો. તે પછી તેને શેમ્પૂની મદદથી ધોઈ લો. વાળનો ગ્રોથ વધારવા માટે તમે અઠવાડિયામાં એક કે બે વાર આ હેર માસ્ક લગાવી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Lifestyle Habits : જાણો જીવનશૈલીની 5 આદતો, જે ધૂમ્રપાન જેટલી ખતરનાક સાબિત થઈ શકે છે

Next Article