Gujarati video : રાજકોટમાં અસામાજિક તત્વોને લઈને ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ લોકોનું અને વાહન ચેકિંગ હાથ ધર્યુ

| Edited By: | Updated on: May 09, 2023 | 7:28 AM

રાજકોટમાં અસામાજિક તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે.. ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ લોકોનું ચેકિંગ હાથ ધર્યું છે.

રાજકોટ ( Rajkot ) શહેરમાં અસામાજિક તત્વોની હવે ખેર નહીં. જો શહેરમાં લુખ્ખા વેડા કર્યા તો ગયા સમજો. રાજકોટમાં અસામાજિક તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ લોકોનું ચેકિંગ હાથ ધર્યું છે. સાથે સાથે વાહનોની પણ તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં રેસકોર્સમાં આવેલા ગલ્લાઓ પર પણ તપાસ કરવામાં આવી હતી. અને પોલીસે લુખ્ખા તત્વોને કાયદાના પાઠ ભણાવ્યાં હતા પોલીસે લુખ્ખા તત્વોને ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ પણ વાંચો : Rajkot : લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, તલ અને મગને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી, જુઓ Video

અસામાજિક તત્વો પર સકંજો કસવા રાજકોટ પોલીસે બનાવ્યો એકશન પ્લાન

આ અગાઉ રાજકોટના માલવિયાનગરમા રસ્તા પર કેક કટિંગની ઘટના બાદ રાજકોટ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને જવાબદારોને પાઠ ભણાવવામાં આવ્યા હતો, જો કે આવા કિસ્સાઓને અટકાવી શકાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…