Rajkot Talati Exam : જિલ્લામાં 197 કેન્દ્ર પર 57 હજાર ઉમેદવાર આપશે પરીક્ષા, તમામ ઉમેદવારોનું વીડિયો રેકોડિંગ કરાશે, જુઓ Video

રાજકોટ જિલ્લામાં 197 કેન્દ્રો પર 57 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યમાં પહેલીવાર તમામ ઉમેદવારોનું વીડિયો રેકોડિંગ કરવામાં આવશે. આજે જિલ્લામાં અમરેલી,ભાવનગર,કચ્છ,જૂનાગઢ,સુરેન્દ્રનગર થી રાજકોટ પરીક્ષા આપવા માટે ઉમેદવારો પહોંચ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 1:04 PM

ગુજરાતમાં પેપરલીક અને ડમીકાંડ જેવા કૌભાંડોની હારમાળા વચ્ચે એક મહિનાની અંદર બીજી મોટી અને મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવા જઇ રહી છે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ 8.64 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

આ પણ વાંચો : Rajkot: કેકેવી ચોક બ્રિજનું કામ પૂર્ણ થવામાં તારીખ પે તારીખનો સિલસિલો યથાવત, 2-2 મુદ્દત પુરી થયા બાદ આવી નવી તારીખ

રાજકોટ જિલ્લામાં 197 કેન્દ્રો પર 57 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યમાં પહેલીવાર તમામ ઉમેદવારોનું વીડિયો રેકોડિંગ કરવામાં આવશે. આજે જિલ્લામાં અમરેલી,ભાવનગર,કચ્છ,જૂનાગઢ,સુરેન્દ્રનગર થી રાજકોટ પરીક્ષા આપવા માટે ઉમેદવારો પહોંચ્યા છે. આજે 11.45 સુધીમાં ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી લેવાની રહેશે.

સુરતમાં 74 હજાર 940 ઉમેદવાર આપશે તલાટીની પરીક્ષા

તો બીજી તરફ સુરતમાં 74 હજાર 940 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. સુરતના 216 કેન્દ્રોના 2498 બ્લોકમાં પરીક્ષાનું યોજાશે. પરીક્ષાને લઈ સુરતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ એસ.ટી વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">