Rajkot : શહેરમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો, વધુ 2 લોકોના મોત, જુઓ Video

Rajkot : શહેરમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો, વધુ 2 લોકોના મોત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 10:10 AM

રાજકોટના મવડી ચોકડી પાસે 32 વર્ષીય મહિલાનું કપડા ધોતી વખતે હાર્ટએટેકથી મોત થયુ છે. તો રામાપીર ચોકડી પાસે ભોજન લેતી સમયે હાર્ટ એટેક આવતા 40 વર્ષીય પુરુષનું મૃત્યુ નિપજ્યુ છે.

નાની વયે હાર્ટ એટેકથી મોતનાં બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. રાજકોટના મવડી ચોકડી પાસે 32 વર્ષીય મહિલાનું કપડા ધોતી વખતે હાર્ટએટેકથી મોત થયુ છે. તો રામાપીર ચોકડી પાસે ભોજન લેતી સમયે હાર્ટ એટેક આવતા 40 વર્ષીય પુરુષનું મૃત્યુ નિપજ્યુ છે.

આ પણ વાંચો : Rajkot : વાહનચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે થઈ મારામારી, જુઓ Video

સુરતમાં હાર્ટ એટેકથી થયું હતું મોત

તો બીજી તરફ સુરતના સચિન વિસ્તારમાં બુધવારે રાતે સુતેલા યુવકનું ઊંઘમાં જ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતુ. યુવક રાતે સુતા બાદ સવારે ઉઠ્યો જ ન હતો. બીજી તરફ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ મોતનું કારણ જાણવા જરૂરી સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચું કારણ સામે આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">