સ્વાવલંબી મહિલાઓ સાથે વિંગ્સ વિમેન્સ ફાઉન્ડેશનનું પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન
વેજલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહીને કેટલીક ચીજવસ્તુઓ ખરીદીને સ્વાવલંબી બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું.
વિંગ્સ વિમેન્સ ફાઉન્ડેશન દ્વારા આનંદનગર ખાતે પ્રી નવરાત્રી સેલિબ્રેશન તથા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોકલ ફોર લોકલના બેનર હેઠળ સ્વાવલંબી બહેનોએ જાતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું. સાથે સાથે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહીને કેટલીક ચીજવસ્તુઓ ખરીદીને સ્વાવલંબી બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું. વિંગ્સ વિમેન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે લાગેલા વિવિધ સ્ટોલ પરથી પંસદગીયુક્ત ચીજવસ્તુની ખરીદી પણ કરી હતી.
ફાઉન્ડેશનના ફાઉન્ડર હાર્દિક રામી તથા પ્રીતિ જોશીના અથાગ પ્રયત્નથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ બહેનોએ ભાગ લઈ માતાજીની આરતી કરીને તથા પંરપરાગત ગરબાનો લાભ લીધો હતો.
આ પણ વાંચોઃ Shardiya Navratri 2025 : શારદીય નવરાત્રીમાં આ રાશિના જાતકો માટે શરુ થશે Golden Time, બનશે ધનવાન