Ankit Avasthi Video : એશિયન ગેમ્સમાં કેમ લડ્યા ભારત અને ઈરાન ? મેચ અધવચ્ચે જ રોકવી પડી

|

Oct 08, 2023 | 11:35 AM

ચીનના હોંગજાઉમાં 19મા એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને ઈરાન વચ્ચે જ્યારે મેચ ચાલી રહી હતી, ત્યારે ભારત તરફથી રેડ કરવામાં આવી અને તેમાં ન્યુટલ રેડ રહી હતી અને બન્ને ટીમને એક એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો હતો, પણ તે સમયે ભારતીય મહિલા કબ્બડી ટીમ પુષ્પા રાણાએ કહ્યું કે ઈરાનના 4 ખેલાડીઓ બહાર આવ્યા હતા

Ankit Avasthi Video: ચીનના હોંગજાઉમાં 19મા એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યા ભારત તરફથી મોટી સખ્યામાં ખેલાડીઓ ભાગ લેવા ગયા છે, જો કે અત્યાર સુધીમાં ભારત 100થી વધારે મેડલ જીતી ચુક્યા છે. ગયા વર્ષે જ તેનું આયોજન કરવાનું હતું પણ કોરોનાને કારણે તેનું આયોજન શક્ય બન્યું નહોતુ. આ ગેમ્સ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચાલશે. ભારત અને ઈરાન વચ્ચે કબડ્ડી મેચ રમાઈ હતી, જેમાં ભારતે ઈરાનને 33:29થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

આ પણ વાંચો: Ankit Avasthi Video: પુતિને મોદીને બુદ્ધિશાળી અને ટ્રુડોને કહ્યા મૂર્ખ! જાણો શું છે સમગ્ર મામલો? જુઓ Video

મહત્વનું છે કે આ મેચ વચ્ચે એક કલાક રોકવામાં આવ્યો હતો. મેચ પુરો થવામાં 2 મીનિટથી ઓછો સમય હતો ત્યારે બન્ને ટીમ વચ્ચે વિવાદ થયો હતો. ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ ગઈ હતી. રેફરી વિરૂદ્ધ પ્રોટેસ્ટ કરવામાં આવ્યું અને મેચ એક કલાક રોકાઈ ગયો હતો.

આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !
આજનું રાશિફળ તારીખ : 28-09-2024
અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા

મુદ્દો એમ હતો કે, ભારત અને ઈરાન વચ્ચે જ્યારે મેચ ચાલી રહી હતી, ત્યારે ભારત તરફથી રેડ કરવામાં આવી અને તેમાં ન્યુટલ રેડ રહી હતી અને બન્ને ટીમને એક એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો હતો, પણ તે સમયે ભારતીય મહિલા કબ્બડી ટીમ પુષ્પા રાણાએ કહ્યું કે ઈરાનના 4 ખેલાડીઓ બહાર આવ્યા હતા, જેના આધાર પર ભારતને 4 પોઈન્ટ મળવા જોઈએ.

ફરી તે વાત પર રિપ્લે જોવામાં આવ્યો અને રિપ્લેમાં પુષ્પા રાણાની વાત સાચી નકળી હતી અને ભારતને 4 પોઈન્ટ મળ્યા હતા. આ રીતે ભારતને 4 પોઈન્ટ મળવાના કારણે ઈરાનના ખેલાડીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને મેચને એક કલાક માટે સસ્પેંડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મેચ ચાલુ થઈ હતી અને ભારતે બાકીના 2 મીનિટથી ઓછા સમયમાં 2 પોઈન્ટ મેળવી 31થી 29 મેચ જીતી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article