Breaking News : અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર કિન્નરે બનાવી રીલ બાદમાં કાર્યવાહી જુઓ Video

| Updated on: May 03, 2026 | 12:19 PM

અમદાવાદના રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર કિન્નરે બેસીને રીલ બનાવવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ ગુજરાત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. વીડિયો બનાવનાર વ્યક્તિએ ગુજરાત અને અમદાવાદ પોલીસની જાહેરમાં માફી માગી છે અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ખાતરી આપી છે.

અમદાવાદના રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર બેસીને રીલ બનાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને ગુજરાત પોલીસના પ્રશાસન દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી. વાયરલ થયેલા વીડિયો બાદ ગુજરાત પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

વીડિયોમાં દેખાઈ રહેલ વ્યક્તિ કિન્નર સમુદાયમાંથી હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસની કાર્યવાહી બાદ, વીડિયો બનાવનાર કિન્નરે આ સમગ્ર મામલે જાહેરમાં માફી માગી છે. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વીડિયો માટે અને મારી ફ્રેન્ડ માટે આ વીડિયો વાયરલ કરી દીધો હતો, તો એના માટે અમે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસની માફી માંગીએ છીએ. આવી રીતે બીજી કોઈ ગલતી નહીં થાય અને આવી રીતે અમે કોઈ વીડિયો નહીં બનાવીએ.” આ નિવેદન દ્વારા તેણે પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવા કૃત્ય ન કરવાની ખાતરી આપી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? જાણો શું છે સરકારની મોટી તૈયારી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us