વડોદરામાં લોન રિકવરીના નામે ફરી દાદાગીરી! પાર્કિંગમાંથી કાર ઉઠાઇ જવાની ઘટના CCTVમાં કેદ, જુઓ Video
હપ્તો ભર્યા છતાં એજન્ટો દ્વારા જબરદસ્તી કાર લઈ જવાનો આરોપ, વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં લોન રિકવરીના બહાને પાર્કિંગમાં ઊભેલી કારને જબરદસ્તી લઈ જતાં શખ્સો સીસીટીવીમાં કેદ થયા. પાણીગેટ પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી,
વડોદરામાં લોન રિકવરીના નામે ફરી દાદાગીરી શરૂ થયાની ઘટના સામે આવી છે. ગાજરાવાડી વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્સના પાર્કિંગમાંથી કાર લઈ જતાં શખ્સોના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. માહિતી મુજબ, કાર માલિકે હપ્તો સમયસર ભર્યો હોવા છતાં એજન્ટો પાર્કિંગમાં ઊભેલી કાર જબરદસ્તી લઈ જતા જોવા મળ્યા.
અગાઉ પોલીસની કડક કાર્યવાહી બાદ આવા ‘સીઝરો‘ શાંત થયા હતા, પરંતુ હવે ફરી એક વખત દબાણની રીતો અપનાવવા લાગ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ક્રેડિટ કાર્ડ, લોન અથવા અન્ય નાણાંકીય બાકી રકમ માટે કેટલાક એજન્ટો લોકો પર માનસિક દબાણ અને હેરાનગતી કરતા હોય છે. સમગ્ર મામલે પાણીગેટ પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને સંબંધિત એજન્ટોની ભૂમિકા અંગે વિગતો એકત્રીત કરી રહી છે.
વડોદરાના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
