Delhi: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન (Raghuram Rajan) પર પ્રહારો કર્યા છે. તેમને કહ્યું કે રઘુરામ રાજન 2014 પહેલા કેવા હતા અને 2014 પછી શું બની ગયા છે. તેઓ આ વાત સારી રીતે જાણે છે. વાસ્તવમાં, રાજને થોડા મહિના પહેલા રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન આગાહી કરી હતી કે જો ભારત આવતા વર્ષે 5 ટકાનો વિકાસ દર હાંસલ કરે છે તો પણ તે એક મોટી વાત હશે, જ્યારે તેમની આગાહી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આ વર્ષે જીડીપીનો વિકાસ દર 7.2 ટકા રહ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે પણ રઘુરામ રાજન ભારતના મોબાઈલ મેન્યુફેક્ચરિંગની ટીકા કરે છે, ત્યારે એવું લાગે છે કે જે વ્યક્તિ આટલી સારી શિકાગો યુનિવર્સિટીમાં જઈને પણ જ્ઞાન જાળવી શકી નથી તેનો શું ઉપયોગ છે. તેમણે કહ્યું કે આજે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં 25 લાખ નોકરીઓ છે. દરેક ફેક્ટરીમાં 20-20 હજાર લોકો કામ કરે છે. લગભગ 70-80 ટકા મહિલાઓ કામ કરે છે. આટલુ મોટુ પરિવર્તન આવ્યુ છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દર મહિને કોઈને કોઈ કંપની એવું કહી રહી છે કે તેઓ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી રહી છે. હાલમાં જ સિસ્કોએ જાહેરાત કરી હતી. ટેલિકોમ ટેક્નોલોજી માટે ભારત હંમેશા વિશ્વ પર નિર્ભર હતું, પરંતુ આજે મેડ ઈન ઈન્ડિયાના કારણે ભારતની ટેક્નોલોજી વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાં નિકાસ થઈ રહી છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો