ચૂંટણી પહેલા (AAP) આમ આદમી પાર્ટીમાં ભંગાણ, ત્રણ હજારથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે ભરતી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા ગુજરાતના વિવિધ 11 જિલ્લાના 3000થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 23, 2022 | 5:36 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે દરેક પક્ષે હવે કમર કસી લીધી છે. ભાજપ, કોંગ્રેસ અને હવે આપ દ્વારા પણ ચૂંટણીની રણનીતિ ઘડવાની શરુઆત થઇ ગઇ છે. ચૂંટણી પહેલા હજુ તો આપ (AAP) ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવા જઇ રહ્યુ છે. જો કે ચૂંટણી પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. આમ આદમી પાર્ટીના ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપ (BJP)માં જોડાયા છે.

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે ભરતી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા ગુજરાતના વિવિધ 11 જિલ્લાના 3000થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા અને કેસરિયો કર્યો. ખાસ વાત તો એ છે કે કાર્યક્રમ પહેલા જ કમલમમાં તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપીમાં જોવા મળ્યા હતા. ભાજપ અધ્યક્ષ પહોંચે તે પહેલાં કાર્યકરોએ AAP ની ટોપી પહેરી હતી. પરંતુ બાદમાં તમામને આપની ટોપી કઢાવીને ભાજપની કેસરી ટોપી પહેરાવાઈ હતી. ત્યાર બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકર્તાઓને ભાજપની ટોપી અને કેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું..

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઇ છે. ગુજરાતના રાજકારણમાં પણ છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની જાણે મોસમ શરૂ થઈ છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને આ સૌથી ફટકો ગણી શકાય. કારણકે અગાઉ પણ વિજય સુંવાળા સહિતના ઘણા જાણીતા આગેવાન પણ આમ આદમી પાર્ટીને અલવિદા કહીને ભાજપનો સથવારો લઇ ચુક્યા છે.

 

આ પણ વાંચો: નીતુ કપૂર પહેલીવાર ડાન્સિંગ શોને કરશે જજ, પ્રોમોમાં પુત્રના ગીત પર ડાન્સ કરતી જોવા મળી

આ પણ વાંચો: Bappi Lahiri: બપ્પી લાહિરીના અવસાન પછી તેમના સોનાનું શું કરવામાં આવશે ખબર છે? તેમના પૂત્રએ આપી માહિતી

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati