આ શું ?? લગ્ન પહેલા દુલ્હને કરી નાખ્યું કંઇક આવું કામ, સાસરિયાંના ઊડી ગયા હોશ

|

Mar 11, 2022 | 10:24 PM

આજકાલ દરેક લોકો પોતાના લગ્નમાં નવીન અખતરા કરતાં જોવા મળી રહ્યા છે. અમુક લોકો પોતાના લગ્નને કાયમી માટે યાદગાર બનાવવા માટે કંઇક એવું કરી જાય છે કે, હસવામાંથી ખસવું થઈ જાય.

આ શું ?? લગ્ન પહેલા દુલ્હને કરી નાખ્યું કંઇક આવું કામ, સાસરિયાંના ઊડી ગયા હોશ
Bride's Viral Video Image

Follow us on

હાલ વર-કન્યાનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયો પર અનેક લોકો ફની રીએક્શન્સ આપી રહ્યા છે અને દુલ્હનના સાસરિયાંવાળાની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનેક આયોજનો કરતાં હોય છે, જેમાં આ વાયરલ વિડિયોએ (Viral Video) લોકોનું ધ્યાન ખૂબ ખેંચ્યું છે. આજકાલ લોકો લગ્ન પૂર્વે બ્રાઈડની ગ્રાન્ડ એન્ટ્રી અંગે ખૂબ જાગૃત થઈ ગયા છે. દરેક બ્રાઈડ ઈચ્છે છે કે તેણી તેના લગ્નમાં ‘સેન્ટર ઓફ એટ્રેકશન’ બની રહે. ત્યારે આ વાયરલ વિડીયોમાં જોવા મળતી બ્રાઈડની આ ચેષ્ટાએ ત્યાં હાજર લોકોમાં ખલબલી મચાવી દીધી હતી.

જયમાલા ફંક્શન પછી બ્રાઈડે કર્યું આ શોકિંગ કામ 

સામાન્ય રીતે, લગ્નમાં દુલ્હન શરમાઈને શાંતિથી બેઠેલી જોવા મળતી હોય છે. બ્રાઈડે પોતાના લગ્નમાં કંઇક નવું કરી નાખવાના ચક્કરમાં એવું શોકિંગ કરી નાખ્યું કે એ જોઈને તેના સાસરિયાંવાળાની હવા ટાઈટ થઈ ગઈ હતી. આ વાયરલ વિડિયોમાં જોવા મળતી બ્રાઈડે અચાનક હાથમાં બંદૂક લીધી હતી અને હવામાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ જોઈને લગ્નમાં હાજર તમામ લોકોમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દુલ્હનના હંગામાનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હન પોતાની જયમાલા ફંક્શન પછી ખુલ્લા મેદાનમાં આવે છે અને પછી હાથમાં બંદૂક લઈને હવામાં ફાયરિંગ કરવા લાગે છે. તે ડર્યા વગર સતત ફાયરિંગ કરી રહી છે. દુલ્હનનું આવું શોકિંગ કામ જોયા પછી તમારા પણ હોશ ઉડી જશે.

યુઝર્સે સોશિયલ મીડિયા પર કમેન્ટ્સના કર્યા ઢગલા 

આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ ચોંકાવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર deepesh966 નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ‘શેરની’ કહી રહ્યા છે. તો અમુક લોકો તેના પતિની મજાક ઉડાડી રહ્યા છે. તો અમુક લોકો તેના સાસરિયાંની હાલત પર દયા દર્શાવી રહ્યા છે.

આ પણ વાંચો – 47 વર્ષની ઉંમરે પણ કરિશ્મા કપૂર બ્લેક સાડીમાં પાથરી રહી છે જાદુ

Next Article