Breaking News: મહારાષ્ટ્રના ભિવંડીના રિચલેન્ડ કંપાઉન્ડ વિસ્તારમાં લાગી ભીષણ આગ, 22 ગોડાઉન બળીને ખાખ,જુઓ Video
મહારાષ્ટ્રમાં પણ દિવસે દિવસે આગ લાગવાની ઘટના વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં આગ લાગવાની ઘટના બની છે. મહારાષ્ટ્રના ભિવંડીમાં ફરી એક વાર ભીષણ આગની ઘટના સામે આવી છે. રિચલેન્ડ કંપાઉન્ડ વિસ્તારમાં વિકરાળ આગ લાગતા દોડધામ થઈ છે.
મહારાષ્ટ્રમાં પણ દિવસે દિવસે આગ લાગવાની ઘટના વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં આગ લાગવાની ઘટના બની છે. મહારાષ્ટ્રના ભિવંડીમાં ફરી એક વાર ભીષણ આગની ઘટના સામે આવી છે. રિચલેન્ડ કંપાઉન્ડ વિસ્તારમાં વિકરાળ આગ લાગતા દોડધામ થઈ છે. કંપાઉન્ડ વિસ્તારમાં વિકરાળ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આગ વિકરાળ બનતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યો હતો. પાંચ મોટી કંપની અને એક ગોડાઉનમાં આગ લાગી હતી. કે.કે.ઈન્ડિયા પેટ્રોલિયમ સ્પેશિયલિસ્ટ કંપનીમાં આગ લાગી છે. કૈનન ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપનીમાં આગ લાગી છે.
ભિવંડીમાં 22 ગોડાઉન બળીને ખાખ
બ્રાઈટ લાઈફકેર પ્રાઈવેટ લિમીટેડ કંપનીમાં આગ લાગી હતી. હોલીસેલ કંપની, એબૉટ હેલ્થકેર કંપનીમાં આગની ઘટના છે. અન્ય શણગાર સામગ્રી ધરવતા ગોડાઉનમાં પણ આગ લાગી હતી. કંપનીઓના 22 ગોડાઉન આગમાં બળીને ખાખ થઈ ગયા છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આ ગોડાઉનમાં રસાયન, પ્રિન્ટિંગ મશીન, ઈલેક્ટ્રોલિક સામાન તેમજ સ્વાસ્થયને લગતા ખાદ્ય પાઉડર, કોસ્મેટિકનો સામાન, કપડા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
મહારાષ્ટ્રના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
