Video : ચમકતા ચંદ્ર પર છે હજારો ખાડા, જાણો તેની પાછળનું કારણ, આ ભારતીયોના નામ પર છે ખાડા
Moon Craters : બાળકોમાં નાનપણથી ચંદ્રને ચાંદામામા તરીકેની ઓળખ આપવામાં આવે છે. પણ શું તમે જાણો છે કે દૂરથી ચમકતા ચંદ્ર પર હજારોની સંખ્યામાં નાના-મોટા ખાડા છે. ચાલો જાણીએ કે આ ખાડા કઈ રીતે પડ્યા હશે.
Moon : ઈસરોના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન 3 ચંદ્રની વધુ નજીક પહોંચ્યું છે. તે 170 km x 4313 kmની ચંદ્રની અંડાકાર ઓર્બિટમાં ચક્કર લગાવી રહ્યું છે. ચંદ્ર પાસે પહોંચતા જ ચંદ્રયાન 3એ અવકાશમાંથી ઈસરોને ચંદ્રની પહેલી તસવીર મોકલી છે. આ તસવીરમાં ચંદ્ર પર હજારો ખાડા (Crater) જોવા મળ્યા છે. ચાલો જાણીએ કે ચંદ્ર પર આટલા બધા ખાડા કઈ રીતે પડયા.
આપણે સૌ જાઈએ કે છે કે ચંદ્રને પોતાના પ્રકાશ નથી હોતો. તે સૂર્યના પ્રકાશથી ચમકે છે. લગભગ 450 કરોડ વર્ષ પહેલા ચંદ્ર અને પૃથ્વીની યાત્રા એક સાથે શરુ થઈ હતી. વર્ષોથી ઉલ્કાપિંડનો પૃથ્વી અને ચંદ્ર સાથે અથડાતા રહ્યા છે. ઉલ્કાપિંડનો કારણે ચંદ્ર પર મોટી સંખ્યામાં ખાડા જોવા મળે છે. ચંદ્ર પર 14 લાખથી વધારે ઉલ્કાપિંડથી બનેલા ખાડા છે જ્યારે પૃથ્વી પર આવા 180થી વધારે ખાડા છે.
આ પણ વાંચો : ચંદ્ર પર મળ્યો શાહરુખ ખાનના નામનો ખાડો ! તમે બરાબર વાંચ્યુ, જાણો ચંદ્રના ખાડાઓની રસપ્રદ વાતો
ચંદ્ર પર કેમ છે આટલા બધા ખાડા ?
(Video Credit – upsurge_club)
ચંદ્રના આ ખાડાઓને વૈજ્ઞાનિકોના અને અન્ય હસ્તીઓના નામ આપવામાં આવ્યા છે. કેટલાક ખાડાઓની તો ઉંમર પણ જાણી લેવામાં આવી છે. મોટા ભાગના ખાડા માણસો જોઈ નથી શક્યા કારણ કે ચંદ્રના તે ભાગમાં અંધારુ જ રહે છે. ભારતીય વૈજ્ઞાનિક હોમી ભાભા, વિક્રમ સારાભાઈ, જગદીશચંદ્ર બોઝ સહિત શાહરુખ ખાન જેવા ભારતીયોના નામ પર ચંદ્રના ખાડાઓ છે.
આ પણ વાંચો : વિચિત્ર પ્રક્રિયાથી તૈયાર થાય છે દુનિયાની સૌથી મોંઘી અને શાનદાર કોફી, જુઓ Video
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો