બોટાદ સમાચાર: વૃદ્ધાને માર મારી કરી લૂંટ, ગણતરીના કલાકોમાં પોલીસે કરી ઘરપકડ

| Edited By: | Updated on: Nov 10, 2023 | 12:33 PM

પોલીસના શંકાના દાયરામાં આવતા તુરખા ગામના દિનેશ કાત્રોડીયા નામના શખ્સની પુછપરછ કરતા દાગીના લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાઈ ગયો હતો. આરોપીના કબજામાંથી 1 લાખ 15 હજાર રૂપિયાની કિંમતના દાગીના પરત મેળવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના તુરખા ગામે મોડી સાંજે પોતાના ઘરમાં રહેતા એક વૃધ્ધ મહિલાની એકલતાનો ગેરલાભ ઉઠાવી મૂઢમાર મારી બેભાન કરીને શરીર ઉપર પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટી નાસી છૂટેલા આરોપીની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને આરોપીને સકંજામાં લેવા સફળતા મેળવી છે.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના તુરખા ગામે રહેતા વૃધ્ધ મહિલા તખુબેન સતાણીના ઘરમાં પ્રવેશ કરી મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ સોના ચાંદીના દાગીના લૂંટી લીધા હોવાની ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ લૂંટ માટે પાળીયાદ પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસ કરી શકમંદોની શોધખોળ હાથ ધરી હતી.

બોટાદ ડિવાયેસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે તપાસમાં પોલીસના શંકાના દાયરામાં આવતા તુરખા ગામના દિનેશ કાત્રોડીયા નામના શખ્સની પુછપરછ કરતા દાગીના લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાઈ ગયો હતો. આરોપીના કબજામાંથી 1 લાખ 15 હજાર રૂપિયાની કિંમતના દાગીના પરત મેળવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: બોટાદ સમાચાર: મેનેજરે જ કારખાનામાં કરી 4.30 લાખની ચોરી, પોલીસે કરી ધરપકડ

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Published on: Nov 10, 2023 12:32 PM