સુરેન્દ્રનગર: TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશને લઈ વિરોધ
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા TRB જવાનોએ વિરોધ નોંધાવ્યો છે. જિલ્લામાં અંદાજે 40 ટીઆરબી જવાનો કાર્યરત છે. શહેરની આર્ટસ કોલેજ ખાતે TRB જવાનોએ એકત્ર થઇ ઉગ્ર વિરોધ કર્યો હતો. ટીઆરબી જવાનો દ્વારા તેનો વિરોધ કરી નોકરી ચાલુ રાખવા માગ કરી છે અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યો છે, જેનો હવે વિરોધ શરૂ થઈ ચુક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા TRB જવાનોએ વિરોધ નોંધાવ્યો છે. જિલ્લામાં અંદાજે 40 ટીઆરબી જવાનો કાર્યરત છે. શહેરની આર્ટસ કોલેજ ખાતે TRB જવાનોએ એકત્ર થઇ ઉગ્ર વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા પરિપત્ર રદ કરી TRB જવાનોની નોકરી રાબેતા મુજબ શરૂ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, સમગ્ર રાજ્યના હજારો ટીઆરબી જવાનોને છુટા કરવાનો રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે હવે ટીઆરબી જવાનો દ્વારા તેનો વિરોધ કરી નોકરી ચાલુ રાખવા માગ કરી છે અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર: બેફામ ડમ્પર ચાલકે યુવકનો લીધો ભોગ, પોલીસે કરી અટકાયત
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)
Latest Videos