હોસ્પિટલમાં Love you Zindagi ગીત પર ઝૂમવાવાળી યુવતીનો આંખ ભીની કરી દે એવો કિસ્સો, જુઓ તેનો છેલ્લો વિડીયો

ટ્વિટર પર ડોક્ટર મોનિકા લાંગેહે હોસ્પિટલના કોવિડ ઇમરજન્સી વોર્ડના આ 30 વર્ષીય દર્દીની સ્ટોરી એક વિડિઓ સાથે શેર કરી છે, જે લાંબા સમયથી ટ્રેન્ડમાં હતી..

હોસ્પિટલમાં Love you Zindagi ગીત પર ઝૂમવાવાળી યુવતીનો આંખ ભીની કરી દે એવો કિસ્સો, જુઓ તેનો છેલ્લો વિડીયો
Viral Video

લોકો કહે છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દરેક ક્ષણ સંપૂર્ણ ઉત્સાહથી જીવો. પરંતુ ખૂબ જ ઓછા લોકો આ કરવા માટે સક્ષમ છે. થોડા દિવસો પહેલા સોશ્યલ મીડિયા પર લવ યુ જિંદગી ગીત પર ઝૂમી રહેલી એક કોવિડ દર્દીનો વીડિયો એકદમ વાયરલ થયો હતો. વિડિઓ કોરોના સમયગાળાની ભયાનક અને પીડાદાયક તસવીરો વચ્ચે આશાની નવી કિરણ સાબિત થયો. પરંતુ આ ઉત્સાહી છોકરી આ દુનિયામાં નથી રહી. તેમનું નિધન થયું છે.

ટ્વિટર પર, ડોક્ટર મોનિકા લાંગેહે હોસ્પિટલના કોવિડ ઇમરજન્સી વોર્ડના આ 30 વર્ષીય દર્દીની સ્ટોરી એક વિડિઓ સાથે શેર કરી છે, જે લાંબા સમયથી ટ્રેન્ડમાં હતી.

ટ્વિટરમાં આઠ મી મેના રોજ આપવામાં આવેલી માહિતી મુજબ, ડોક્ટર મોનિકાના વીડિયોમાં જોવા મળતી આ યુવતીને હોસ્પિટલમાં આઈસીયુ બેડ ન મળ્યો, તેથી તેને કોવિડ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી. તેણીને એનઆઈવી NIV (Non Invasive Ventilation) પર રાખવામાં આવી હતી, ઉપરાંત ઉપચારો અને પ્લાઝ્મા ઉપચાર પણ આપવામાં આવી રહ્યા હતા.

ડો.મોનિકા લંગેહે કહ્યું કે આ છોકરીની ઇચ્છાશક્તિ પ્રબળ છે. વોર્ડમાં દાખલ થયા પછી, તેણે પૂછ્યું કે શું તેણીનું મનોબળ વધારવા માટે કોઈ સંગીત ચલાવી શકે છે? ડોક્ટરે શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની 2016 ની ફિલ્મ ડિયર જિંદગીનું ગીત લવ યુ જિંદગી વગાડ્યું હતું, જેના પર તેણે નાચવાનું શરૂ કર્યું હતું.

ડો. મોનિકાએ શેર કરેલા વિડીયોના કેપ્શનમાં લખ્યું હતું. Lesson: Never lose hope એટલે કે ક્યારેય આશા ગુમાવશો નહી. તે છોકરીએ ક્યારેય આશા ગુમાવી નહીં પરંતુ તે કોરોનાથી પરાજિત થઈ ગઈ.

આ છોકરી જે કોવિડનો ભોગ બની ટે માત્ર 30 વર્ષની હતી. અને તેને આઈસીયુ બેડ ન મળ્યો. યુવતી એનઆઈવી, રેમેડિસાવિર, પ્લાઝ્મા થેરેપી વગેરેના ટેકા પર હતી. તે પ્રબળ ઇચ્છાશક્તિવાળી એક મજબૂત છોકરી હતી.

તે સમયે, ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે છોકરીની હાલત સુધરે છે અને તેણીને ડિસ્ચાર્જ કરવાનું પણ વિચારી રહ્યા છે. પરંતુ તે પછી અચાનક જ યુવતીની તબિયત લથડતાં તે આ દુનિયા છોડીને કાયમ માટે ચાલી ગઈ.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાંની સાથે જ આ યુવતીની દરેક ખુબ પ્રશંસા કરી રહ્યા હતા. દરેક જણ તેની ભાવનાને અને જુસ્સાને વંદન કરી રહ્યા હતા, તેના માટે પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કદાચ ભાગ્યમાં કંઈક જુદું જ હતું.

 

આ પણ વાંચો: અમેરિકાનો મોટો નિર્ણય: વેક્સિન લેનારાઓને મળી આ બાબતની છૂટ, જાણો સમગ્ર વિગત