Maharashtra Video : ડુંગળીના વધતા ભાવોને કાબૂમાં લેવા સરકારે દોડાવી સ્પેશિયલ ટ્રેન ! નાસિકથી દિલ્હી મોકલવામાં આવી ડુંગળી

|

Oct 18, 2024 | 10:17 AM

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમાં પણ ધરખમ વધારો થતા સરકાર દ્વારા એક મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે. ડુંગળીના વધતા ભાવોને કાબૂમાં લેવા સરકારે સ્પેશિયલ ટ્રેન દોડાવી છે. મહારાષ્ટ્રના નાસિકથી 1600 મેટ્રિક ટન ડુંગળી સાથે ટ્રેનને રવાના કરવામાં આવી છે.

દેશમાં દિવસે દિવેસ મોંઘવારીનો માર થઈ રહ્યો છે. જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. તો બીજી તરફ દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે મોટાભાગના શાકભાજી, અનાજ અને કઠોળના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમાં પણ ધરખમ વધારો થતા સરકાર દ્વારા એક મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે. ડુંગળીના વધતા ભાવોને કાબૂમાં લેવા સરકારે સ્પેશિયલ ટ્રેન દોડાવી છે. મહારાષ્ટ્રના નાસિકથી 1600 મેટ્રિક ટન ડુંગળી સાથે ટ્રેનને રવાના કરવામાં આવી છે.

આગામી દિવસોમાં વધુ ટ્રેન દોડાવાશે

આ ટ્રેન રવિવાર સુધીમાં દિલ્હી પહોંચશે. મળતી માહિતી અનુસાર 53 ટ્રકમાં સમાય તેટલી ડુંગળી ટ્રેનના માધ્યમથી રવાના કરવામાં આવી છે. તહેવારોને ધ્યાનામાં રાખીને સરકારે આ નિણર્ય લીધો છે.

આગામી સમયમાં લખનઉ, વારાણસી, ઉત્તર-પૂર્વના ભાગોમાં પણ ટ્રેન મારફતે ડુંગળી મોકલવામાં આવશે. રાહત દરે ડુંગળી વેચવા મોબાઈલ વાન પણ શરૂ કરાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Video