Tech Master: તમારૂ મોબાઈલ ચાર્જર કેટલો પાવર સપ્લાય કરે છે, આ રીતે કરો ચેક

ઘણીવાર ઘણા યુઝર્સને લાગે છે કે ક્યારેક તેમનો મોબાઈલ ઝડપથી ચાર્જ થઈ જાય છે તો ક્યારેક તે લાંબા સમય સુધી ચાર્જ થતો નથી. ખરેખર, આવી સ્થિતિમાં મોબાઈલનું ચાર્જર (Mobile Charger) કેટલો પાવર સપ્લાય કરી રહ્યું છે તે તપાસવાની જરૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 7:33 AM

આપણે બધા દિવસભર આપણા સ્માર્ટફોન(Smartphone)નો ઉપયોગ કરીએ છીએ, તેથી વધુ બેટરીનો વપરાશ થવો સ્વાભાવિક છે. બેટરી ઓછી દેખાવા લાગે કે તરત જ તમે મોબાઈલને ચાર્જિંગ પર મુકો છો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું ચાર્જર મોબાઈલને યોગ્ય પાવર આપી રહ્યું છે કે નહીં. ઘણીવાર ઘણા યુઝર્સને લાગે છે કે ક્યારેક તેમનો મોબાઈલ ઝડપથી ચાર્જ થઈ જાય છે તો ક્યારેક તે લાંબા સમય સુધી ચાર્જ થતો નથી. ખરેખર, આવી સ્થિતિમાં મોબાઈલનું ચાર્જર (Mobile Charger) કેટલો પાવર સપ્લાય કરી રહ્યું છે તે તપાસવાની જરૂર છે, પરંતુ તેની કાળજી કેવી રીતે લેવી? ચિંતા કરશો નહીં, કારણ કે તમારું ચાર્જર બેટરીને યોગ્ય પાવર સપ્લાય કરી રહ્યું છે કે કેમ તે તપાસવા માટે તમે પ્લે સ્ટોર પરથી એમ્પીયર(Ampere) ચેક કરતી એપ ડાઉનલોડ કરી શકો છો.

ઓરિજનલ ચાર્જરનો પાવર સપ્લાય નીચે પ્રમાણે તપાસો

1.એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં બેટરી પાવર ચકાસવા માટે પહેલા તમારા ફોન પર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

2.ચાર્જરને ફોન સાથે કનેક્ટ કર્યા પછી એપ્લિકેશન ચાલુ કરો. થોડા સમય પછી તમને ખબર પડશે કે તમારો ફોન કયા વોલ્ટથી ચાર્જ થઈ રહ્યો છે તેમજ ચાર્જિંગ દરમિયાન હાઈ વોલ્ટ અને લો વોલ્ટની માહિતી પણ ઉપલબ્ધ થશે.

3.હવે તમે તમારું ચાર્જર ફોનને કેટલા વોલ્ટથી ચાર્જ કરે છે, તેનો ટ્રેક રાખી શકશો.

4.આ એપ ફોનની બેટરી હેલ્થ અને ટેમ્પરેચર વિશે પણ માહિતી મેળવશે.

અન્ય ચાર્જર સાથે પાવર સપ્લાયને આ રીતે તપાસો

1.જો તમે મોબાઈલ માટે નવું ચાર્જર ખરીદ્યું હોય તો પણ તમે પાવર સપ્લાય આ એપ્લીકેશન વડે આ બીજા ચાર્જરને પણ ચેક કરી શકો છો. આ માટે સૌથી પહેલા ફોનને ચાર્જર સાથે કનેક્ટ કરો અને એપ ચાલુ કરો.

2.એપ્લીકેશન ઓન કર્યા પછી થોડીવાર પછી ખબર પડશે કે ફોનની બેટરી કેટલા પાવરથી ચાર્જ થઈ રહી છે.

3.એ પણ જોવામાં આવશે કે અન્ય ચાર્જર દ્વારા કેટલા હાઈ વોલ્ટ અને લો વોલ્ટ સપ્લાય કરવામાં આવે છે.

4.હવે જો બીજા ચાર્જરનું વોલ્ટેજ તમારા ઓરિજનલ ચાર્જર જેટલું હોય અથવા તેનાથી થોડું ઓછું કે થોડું વધારે હોય તો તે વાપરવા માટે યોગ્ય છે, પરંતુ જો બંને ચાર્જરના વોલ્ટેજમાં ઘણો તફાવત હોય તો આ ચાર્જરનો બિલકુલ ઉપયોગ કરશો નહીં.

5.જે ચાર્જરને ઓછા વોલ્ટ મળશે તે ફોન મોડો ચાર્જ કરશે અને બેટરી પર પણ તરત અસર નહીં થાય.

6.હાઈ વોલ્ટ સપ્લાય કરતું ચાર્જર તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેનો ઉપયોગ કરવાનું ટાળો.

તમે એપથી એ પણ જાણી શકો છો કે સ્માર્ટફોન કેટલો પાવર વાપરે છે

1.આ માટે સૌથી પહેલા એપ્લિકેશનના સેટિંગમાં જાઓ.

2.એપ્લિકેશનની ઉપર જમણી બાજુએ સેટિંગનો વિકલ્પ જોવા મળશે. અહીંથી બેઝિક સેટિંગ પસંદ કરો.

3.અહીં તમને Enhanced Measurementનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો અને એપ્લિકેશનની મુખ્ય સ્ક્રીન પર પાછા આવો.

4.હવે તમને અહીં ખબર પડશે કે તમારો ફોન કેટલો પાવર વાપરે છે.

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તથા મોબાઈલમાં ત્રણ કેમેરા શા માટે હોય છે અને ડ્યુઅલ કેમેરા ત્રણ કેમેરાનું કામ આપી શકે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">