Surendranagar News: પાલિકા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, જાહેર માર્ગ પર ભરાયા ગટરના પાણી, જુઓ Video

|

Oct 17, 2023 | 9:19 PM

સુડવેલ સોસાયટીમાં ગટરના પાણી ભરાતા ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. રોડ ન હોવાથી 108 એમ્બ્યુલન્સ પણ સોસાયટીમાં નથી આવી શકતી. જેથી લોકો દર્દીઓને ખાટમાં ઉંચકીને લઇ જવા માટે મજબૂર બન્યાં છે. એટલું જ નહીં 500થી વધુ બાળકો પણ આવા ગટરના ગંદા પાણીમાંથી શાળાએ જવા મજબૂર બન્યાં છે.નગરપાલિકાના ચીફ ઓફિસરે સમસ્યા માટે ટેક્નીકલ કારણ આગળ ધર્યું છે.

Surendranagar News:  સુરેન્દ્રનગરની દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આવતી સુડવેલ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો. વગર વરસાદે સુડવેલ સોસાયટીમાં જાહેર રોડ પર ગટરના ગંદા ભરાયા છે. જેને કારણે સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યાં છે. સોસાયટીના રસ્તા પર ભરાયેલા ઢીંચણ સમા ગટરના પાણીમાંથી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પસાર થવા માટે મજબૂર બન્યાં છે.

આ પણ વાંચો: Surendranagar News: પાટડી સુરેન્દ્રનગર હાઈવે પર ST બસનો અકસ્માત, 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, જુઓ Video

સુડવેલ સોસાયટીમાં ગટરના પાણી ભરાતા ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. રોડ ન હોવાથી 108 એમ્બ્યુલન્સ પણ સોસાયટીમાં નથી આવી શકતી. જેથી લોકો દર્દીઓને ખાટમાં ઉંચકીને લઇ જવા માટે મજબૂર બન્યાં છે. એટલું જ નહીં 500થી વધુ બાળકો પણ આવા ગટરના ગંદા પાણીમાંથી શાળાએ જવા મજબૂર બન્યાં છે.

સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

લોકો જિલ્લા કલેક્ટર અને તંત્રને રજૂઆત કરી કરીને થાક્યા છે. પરંતુ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યારે અગામી દિવસોમાં રોડ સહિતની સુવિધા નહીં મળે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે સમસ્યા માટે ટેક્નીકલ કારણ આગળ ધર્યું અને કહ્યું કે લોકોને સમસ્યામાંથી છૂટકારો મળે તે માટે ટૂંક સમયમાં ભૂગર્ભ ગટર નાંખવામાં આવશે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Published On - 9:19 pm, Tue, 17 October 23

Next Video