Kam Ni Vaat : જમીન ખરીદવા માંગતા લોકો માટે આશીર્વાદ સમાન છે આ વેબસાઈટ, એક જ મિનિટમાં જાણી શકશો જમીન માલિકનું નામ
જમીન ખરીદી કરતી વખતે ઘણીવાર લાખોનું નુકસાન થઈ જતું હોય છે. અને આવું તમારી સાથે ના થાય તે માટે એક ખાસ વેબસાઈટ વિશે જાણી લેવું ખુબ જ જરૂરી છે. જે જમીનને લઈ સાચી અને સચોટ જાણકારી તમને આપશે.
જમીન ખરીદી (Purchase of land) કરતી વખતે ઘણીવાર લાખોનું નુકસાન થઈ જતું હોય છે. અને આવું તમારી સાથે ના થાય તે માટે એક ખાસ વેબસાઈટ (website) વિશે જાણી લેવું ખુબ જ જરૂરી છે. જે જમીનને લઈ સાચી અને સચોટ જાણકારી તમને આપશે.
જ્યારે તમે જમીન ખરીદો છો ત્યારે તે કોઈ બ્રોકર (Land broker) દ્વારા જુઓ છો કે પછી કોઈ ઓળખીતા દ્વારા તમને બતાવવામાં આવે છે. ઘણી વાર બ્રોકર વધુ લાલચના ચક્કરમાં તમને જમીનની સાચી માહીતી નથી આપતો. જેમ કે જમીનનું માપ (A measure of land) કેટલું છે. તે વિશે ઘણીવાર બ્રોકર ખોટી માહીતી આપતો હોય છે. એટલું જ નહીં જમીન કોના નામ પર રજીસ્ટર છે તે વિશેની જાણકારી પણ ઘણીવાર ખોટી આપવામાં આવે છે.
આવામાં ખરીદદારે પછી પસ્તાવાનો વારો આવે છે. કારણ કે જમીન ખરીદવાનું આજકાલ લાખો કરોડોનું કામ થઈ ગયું છે. તમે કોઈ નવી જમીન ખરીદી રહ્યા છો અને તમારી સામે પણ આવી કોઈ સમસ્યા આવી ગઈ છે. જેમાં તમને જમીનની કોઈ ચોક્કસ જાણકારી નથી મળી રહી તો હવે તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. કેમ કે એક એવી વેબસાઈટ છે જે તમને એ જમીનની તમામ જમીની જાણકારી આપશે..
આ રીતે મેળવો જમીનની સાચી અને સચોટ જાણકારી
- સૌથી પહેલા તમારે Google Search માં જઈને જે રાજ્યમાં જમીન ખરીદવાની હોય તેનું નામ લખો
- રાજ્યનું નામ લખ્યા બાદ igr લખીને સર્ચ કરો
- જેમ કે તમારે ગુજરાતની કોઈ જમીન માટે જાણકારી મેળવવી છે તો Google Search માં Gujarat igr ટાઈપ કરીને સર્ચ બટન દબાવો
- હવે તમારી સ્ક્રીન પર એક સરકારી વેબસાઈટ ખુલશે
- જેમાં તમે ચેક લેન્ડ રેકોર્ડ પર ક્લીક કરો
- હવે એક નવી વિન્ડો ખુલશે, જેમાં તમારે જમીનનો નોંધણી નંબર (Land Registration No) આપવો પડશે
- હવે નીચે આપેલા કેપ્ચા કોડને દાખલ કરી Get Record Detail પર ક્લીક કરો
- બસ આટલું કરતા જ જે તે જમીનની તમામ વિગતો તમારી સામે આવી જશે
- જેમ કે જમીન કોની છે? આ પ્રોપર્ટી (property) ને ક્યારે ખરીદવામાં આવી હતી? આ પ્રોપર્ટીનો એરિયા કેટલો છે? વગેરે વગેરે…
તો આવી જ રીતે તમે દરેક જમીનની સચોટ અને સાચી જાણકારી મેળવી છેતરપિંડીથી બચી શકો છે.