1 એપ્રિલથી બેંક નહિં વસૂલી શકે હોમલોન, પર્સનલ લોન પર જરૂરીયાતથી વધારે વ્યાજ, RBIએ આપ્યા ખાસ આદેશ

|

Feb 07, 2019 | 2:29 PM

 હોમલોન, ઓટોલોન, અને પર્સનલ લોનથી જોડાયેલ એક નિયમમાં રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ એક ફેરફાર કર્યો છે. આ ફેરફાર પછી 1 એપ્રિલ 2019થી આ વસ્તુઓ માટે બૅંકથી લોનના વ્યાજદરનો નિયમ પણ બદલાઈ જશે. અત્યારે તો બૅંક જાતે જ નકકી કરે છે કે વ્યાજદર કયારે વધારવો કે ઘટાડવો. પણ આર.બી.આઈ તરફથી રેપોરેટ ઘટાડયા પછી 1 એપ્રિલથી બૅંકોને […]

1 એપ્રિલથી બેંક નહિં વસૂલી શકે હોમલોન, પર્સનલ લોન પર જરૂરીયાતથી વધારે વ્યાજ, RBIએ આપ્યા ખાસ આદેશ

Follow us on

 હોમલોન, ઓટોલોન, અને પર્સનલ લોનથી જોડાયેલ એક નિયમમાં રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ એક ફેરફાર કર્યો છે.

આ ફેરફાર પછી 1 એપ્રિલ 2019થી આ વસ્તુઓ માટે બૅંકથી લોનના વ્યાજદરનો નિયમ પણ બદલાઈ જશે. અત્યારે તો બૅંક જાતે જ નકકી કરે છે કે વ્યાજદર કયારે વધારવો કે ઘટાડવો. પણ આર.બી.આઈ તરફથી રેપોરેટ ઘટાડયા પછી 1 એપ્રિલથી બૅંકોને પણ તેમના ગ્રાહકો માટે લોનનો વ્યાજદર ઘટાડવો પડશે. તેનાથી વ્યાજદરોમાં વધારે પારદર્શિતા આવશે અને ગ્રાહકોનો EMI ઓછો થશે. આ નિયમ નાના વેપારીઓને અપાતી લોન માટે પણ લાગૂ પડશે.

TV9 Gujarati

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

RBIએ રેપોરેટમાં 0.25 પોઈન્ટનો ઘડાટો કર્યો છે. હવે રેપોરેટ 6.50થી ઘટાડી 6.25% થઈ ગયો છે. આ ઘટાડાથી રીવર્સ રેપોરેટ 6%એ આવી ગયો છે. તેની અસર હોમલોન, ઓટોલોન, અને પર્સનલ લોન પર પડી શકે છે. બૅંક આ લોનોના વ્યાજદરોમાં ઘડાટો કરી શકે છે.

 

રેપોરેટ વધવાથી બૅંક લોનના વ્યાજ દર ઝડપથી વધારી દે છે, પણ રેપોરેટ ઘટવા પર બૅંક તાત્કાલિક વ્યાજદર ઘટાડતી નથી. તેથી જ પૂર્વ આર.બી.આઈ ગર્વનર રઘુરામ રાજનએ દર મહીને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડસ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR)નકકી કરવાની વ્યવસ્થા લાગૂ કરી હતી. ત્યારબાદ પૂર્વ આર.બી.આઈ ગર્વનર ઉર્જિત પટેલે પણ કહ્યું હતું કે બૅંક ગ્રાહકોને પૂરો ફાયદો નથી આપતી.

નવા નિયમથી રેપોરેટના આધારે વ્યાજદર પણ બદલાઈ જશે. રેપોરેટ ઘટવાથી બૅંકોને પણ વ્યાજદર ઘટાડવો પડશે. જો તે સરકારી બોન્ડના આધાર પર વ્યાજદર નકકી કરે છે તો પણ ગ્રાહકોને તાત્કાલીક ફાયદો આપવો પડશે, કારણ કે રેપોરેટ બદલવાથી બોન્ડ માર્કેટ પર તરત અસર થાય છે. આ બદલાવથી લોન લેવાવાળા ગ્રાહકોની EMI દર સસ્તી થઈ જવાની પૂરી સંભાવના છે.

[yop_poll id=1182]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article