તેલંગાણામાં વરસાદથી તારાજીની દ્રશ્યો સામે આવ્યા, 24 કલાકમાં 26 ઈંચ વરસાદ, જુઓ Video

|

Jul 29, 2023 | 7:35 PM

ડેમ ઓવરફ્લો થતાં શહેર, ગામડાં સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વારાંગલ ભદ્રકાળી તળાવ ઓવરફ્લો થયો. તો અહીં જ આવેલો ડેમ પણ ઓવરફ્લો અને પૂરની સ્થિતિને પગલે તૂટી ગયો છે. લોકો તાત્કાલિક ઘર છોડી સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવાઈ છે. તેલંગાણામાં હજુ પણ 48 કલાક ભારે ગંભીર પરિસ્થિતિની ચેતવણી અપાઈ છે.

દક્ષિણ ભારત પર પણ વરસાદી કહેરે કોઈ કસર છોડી નથી. તેલંગાણામાંથી(Telnagana)તબાહીની તસવીરો સામે આવી રહી છે. તેલંગાણાના એક ભાગમાં રેકોર્ડબ્રેક વરસાદ(Rain)નોંધાયો છે. તેલંગાણાના પૂર્વોત્તર અને પૂર્વ ભાગોમાં અતિભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર છે. મુલુગ જિલ્લાના લક્ષ્મીદેવી પટ્ટા વિસ્તારમાં તો 24 કલાકમાં 26 ઈંચ જેટલો વરસાદ નોંધાતા નદીઓ ગાંડીતૂર બની છે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં ધોધમાર વરસાદ, રણપ્રદેશ બન્યો જળમગ્ન, જાણો અન્ય રાજ્યોમાં વરસાદની સ્થિતિ, જુઓ Video

ડેમ ઓવરફ્લો થતાં શહેર, ગામડાં સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વારાંગલ ભદ્રકાળી તળાવ ઓવરફ્લો થયો. તો અહીં જ આવેલો ડેમ પણ ઓવરફ્લો અને પૂરની સ્થિતિને પગલે તૂટી ગયો છે. લોકો તાત્કાલિક ઘર છોડી સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવાઈ છે. તેલંગાણામાં હજુ પણ 48 કલાક ભારે ગંભીર પરિસ્થિતિની ચેતવણી અપાઈ છે. બીજી તરફ ભારતીય નૌસેનાના બે હેલિકોપ્ટરને બચાવ કામગીરીમાં જોતરી દેવાયા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video