રાજસ્થાનમાં ધોધમાર વરસાદ, રણપ્રદેશ બન્યો જળમગ્ન, જાણો અન્ય રાજ્યોમાં વરસાદની સ્થિતિ, જુઓ Video
રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના 20થી વધુ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. દિલ્હી-NCRમાં 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.

રાજસ્થાનમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જયપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો છે. જયપુર (Jaipur) શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. જયપુરના જાહેરમાર્ગો પર ચારે તરફ પાણીના કારણે રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતા અનેક વાહનો ફસાયા છે. રાજસ્થાનના 14 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગામી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ
મહારાષ્ટ્રના જિલ્લાઓમાં પણ મૂશળધાર વરસાદે કહેર મચાવ્યો છે. મુંબઈ, થાણે, પુણે, સાંગલી, સતારા, વિદર્ભમાં સતત વરસાદ વરસી રહ્યો છે. 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરો જળમગ્ન થતાં લોકો હેરાન-પરેશાન થયા છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
દિલ્હી NCRમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાતભર ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામનું વાતાવરણ ઠંડું બન્યું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ જોવા મળી હતી. આજે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
20થી વધુ રાજ્યોમાં વરસાદની આગાહી
રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના 20થી વધુ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. દિલહી, યુપી, ઉત્તરાખંડ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. દિલ્હી-NCRમાં 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. ઉત્તરાખંડના દેહરાદૂન અને ચમોલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. યુપીના 32 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી અટકી રહી નથી.શિમલા, કિન્નૌર અને કુલ્લુ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદે વિનાશ વેર્યો હતો. ભૂસ્ખલનથી લોકોના ઘર અને રસ્તાઓને ભારે નુકસાન થયું હતું. કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલન થતાં રાષ્ટ્રીય રાજમાર્ગ 5 બ્લોક થઈ ગયો છે.
આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાન જઈને અંજુ બની ફાતિમા, ધર્મ પરિવર્તન કર્યાની થઈ પુષ્ટિ, જુઓ Video
જો ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. અત્યાર સુધીમાં સીઝનનો કુલ 76.62 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ કચ્છમાં 135 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 108 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66.78 ટકા વરસાદ વરસ્યો છે. આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.