CS ફાઉન્ડેશનની પરીક્ષામાં રીક્ષા ચાલકની પુત્રીએ મારી બાજી, Top 25માં મેળવ્યુંં સ્થાન
CS ફાઉન્ડેશનનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે. આ પરિણામમાં અમદાવાદની રિક્ષા ચાલકની પુત્રીએ બાજી મારી છે. આ પરીક્ષામાં ભારતના Top 25માં અમદાવાદના સાત વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.
CS ફાઉન્ડેશનનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે. ડિસેમ્બરમાં ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. CSના પરિણામમાં અમદાવાદની રીક્ષા ચાલકની પુત્રીએ બાજી મારીને ભારતના Top 25 તેજસ્વી તારલામાં સ્થાન મેળવ્યુંં છે. મુસ્કાન શેખે ભારતમાં 24મો રેન્ક મેળવ્યો છે. મુસ્કાને કહ્યું કે પિતા રીક્ષા ચલાવીને ઘર ચલાવે છે, તેમ છતાં મહેનતથી CSની પરીક્ષામાં રેન્ક મેળવ્યો. ફેમિલી બેકગ્રાઉન્ડ જો સક્ષમ હોય તો આનાથી પણ સારું રિઝલ્ટ લાવી શકી હોત. આ પરીક્ષામાં ભારતના Top 25માં અમદાવાદના સાત વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો: Vastu Tips: ભોજન બનાવતી અને આરોગતી વખતે કરો આ નિયમોનું પાલન, જીવનમાં આવશે સમૃદ્ધિ
Published on: Jan 19, 2021 03:17 PM