AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ભોજન બનાવતી અને આરોગતી વખતે કરો આ નિયમોનું પાલન, જીવનમાં આવશે સમૃદ્ધિ

ખોરાક ભગવાન દ્વારા આપવામાં આવેલ એક પ્રસાદ છે. અનાજને ભગવાનની જેમ માનવામાં આવે છે. ખોરાકનો અનાદર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

Vastu Tips: ભોજન બનાવતી અને આરોગતી વખતે કરો આ નિયમોનું પાલન, જીવનમાં આવશે સમૃદ્ધિ
Vastu Shahstra-Kitchen
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 19, 2021 | 2:11 PM
Share

Vastu Tips: ખોરાક ભગવાન દ્વારા આપવામાં આવેલ એક પ્રસાદ છે. અનાજને ભગવાનની જેમ માનવામાં આવે છે. અગ્નિ દ્વારા રાંધેલા ખોરાક પર અગ્નિનો પ્રથમ અધિકાર છે. ક્યારેય પણ ખોરાકનો અનાદર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. એવું કહેવામાં આવે છે કે અનાજનો એક દાણો પણ કોઈને જીવન આપી શકે છે. Vastu શાસ્ત્રમાં ખોરાક સાથે સંબંધિત કેટલાક સરળ ઉપાયો છે, જે આપણે જીવનમાં અપનાવવા જોઈએ.

ખોરાક લેતા પહેલા ભોજન ભગવાનને અર્પણ કરવું જોઈએ. અન્નપૂર્ણા માતા, અન્નનાં દેવનો આભાર માનો. કોઈએ સ્નાન કર્યા વિના રસોડામાં ખોરાક ન બનાવવો જોઈએ. હાથ, પગ અને મોં ધોયા પછી જ ખોરાક લો. ક્યારેય પણ તૂટેલા કે ગંદા વાસણમાં ખોરાક લેવો ના જોઈએ. હાથમાં થાળી પકડીને પણ ભોજન ના કરવું જોઈએ. જમીન પર બેસીને ખોરાક લેવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પથારીમાં બેસી ખાવાનું ના ખાઓ. ભોજન સ્વાદિષ્ટ ન હોય તો પણ તેને ક્યારેય ધિક્કારશો નહીં. હંમેશા રસોડું સાફ રાખો. રાત્રે સુતા પહેલા રસોડું સાફ કરો. રસોડામાં ક્યારેય બિનજરૂરી ચીજો સ્ટોર ન કરો.

ખોરાકમાંથી ગાય, કૂતરા, કીડીઓ અને પક્ષીઓને દરરોજ ખવડાવો. દરરોજ ગાયને રોટલી ખવડાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જમતી વખતે કોઈની સાથે વાત ના કરો અને અન્ય કોઈ કામ પણ ના કરો. ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે રસોડું ન બનાવવું જોઈએ. ઘરની દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં મહેમાનોને જમવાનું પીરસો. રસોડામાં પાણી પીવાનું પાણિયારું ઉત્તર દિશામાં રાખવું જોઈએ. પાણી અને અગ્નિને ક્યારેય બાજુ-બાજુમાં રાખવા જોઈએ નહીં. ડસ્ટબિન રસોડાની બહાર રાખો. રસોડામાં દિવાલોનો રંગ પીળો કે નારંગી રાખો. રસોડામાં પૂજા સ્થળ બનાવશો નહીં. રસોડામાં તૂટેલા વાસણ કેે ઝાડુ રાખશો નહીં. પ્લાસ્ટિકની ડિશ અથવા ડબ્બાઓ રસોડામાં રાખવા જોઈએ નહીં. જો આપણે રસોડામાં અન્નપૂર્ણા માતાની તસવીર મૂકીએ તો ઘરમાં બરકત રહે છે. જમ્યા પછી ક્યારેય પ્લેટમાં તમારા હાથ ધોવા નહીં તેમજ થાળીમાં ખોરાક વધારવો ન જોઈએ. રસોડામાં નળમાંથી પાણીનું ટપકવું આર્થિક નુકસાનની નિશાની છે.

આ પણ વાંચો: Vasant Panchami 2021: ક્યારે છે વસંત પંચમી? જાણો મા સરસ્વતીની પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ

g clip-path="url(#clip0_868_265)">