Rajkot Corona Latest : રાજકોટમાં કોરોનાનો સપાટો, 24 કલાકમાં 8 લોકોનાં મોત, વધતા મૃત્યુદરથી ફફડાટ

Rajkot Corona Latest Update: રાજકોટ (Rajkot) માં કોરોના (Corona)એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મોત કોરોનાથી થતા આરોગ્ય વિભાગથી લઈ રાજકોટ તંત્રમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલે 6 વ્યક્તિઓનાં મોત બાદ આજે હવે વધુ 2 લોકોનાં મોત થયા હતા. 

| Updated on: Mar 26, 2021 | 11:58 AM

Rajkot Corona Latest Update: રાજકોટ (Rajkot) માં કોરોના (Corona)એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મોત કોરોનાથી થતા આરોગ્ય વિભાગથી લઈ રાજકોટ તંત્રમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલે 6 વ્યક્તિઓનાં મોત બાદ આજે હવે વધુ 2 લોકોનાં મોત થયા હતા.  વધતા કોરોનાનાં કેસને લઈ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ રોકવા RMC સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવાનું શરૂ કરશે અને કોરોના સુપર સ્પ્રેડર શોધવા મનપાનું મહાઅભિયાન હાથ ધરાઈ રહ્યું છે. શાકભાજીના 800 કરતા વધુ ફેરિયાઓમાં કોરોના સ્પ્રેડર શોધવા ફરી કવાયત કરાશે. સપ્ટેમ્બર મહિનામાં ચેકિંગ કરી હેલ્થ કાર્ડ અપાયું હતું જે બાદ હવે ફરી અભિયાન શરૂ કરવામાં આવશે.

જણાવવુું રહ્યું કે રાજકોટમાં કોરોનાનાં કેસ વધતા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં છે. કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. શહેરમાં કુલ 458 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે. કોરોનાને અંકુશમાં લેવાના તંત્રના પ્રયત્નો વચ્ચે કોરોનાને કારણે વધુ 6 દર્દી મોતને ભેટ્યા છે. જેમાં શહેર, ગ્રામ્ય અને અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. કોરોનાના કેસ વધતા તંત્રએ લોકોને અપીલ કરી છે કે તેઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે. રાજકોટમાં કોરોનાનાં કેસ જે રીતે વધી રહ્યા છે તેમાંથી કોર્ટ કે જજ પણ બાકાત નથી રહ્યા. રાજકોટમાં બે જજ અને કોર્ટના 9 કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે જેને લઈને બાર એસોસિએશનના પ્રમુખે કોર્ટ કાર્યવાહી સ્થગિત કરવાની માગ પણ કરી હતી જે ને પગલે ફેમિલી કોર્ટ 10 દિવસ માટે બંધ કરવામાં આવી હતી. હવે રાજકોટમાં તમામ કોર્ટની કાર્યવાહી આગામી ૧ એપ્રિલ સુધી સ્થગિત કરવા રજૂઆત કરવામાં આવી રહી છે.

કોરોનાનાં ચક્કરમાં ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનનાં કર્મચારીઓ પણ આવી ગયા છે. સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સહિત કુલ 5 અધિકારીઓ પોઝિટિવ આવ્યા અને અધિકારી તેમજ તેના પરિવારના સભ્યો મળીને કુલ 18 લોકોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી તમામ લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

જણાવવું રહ્યું કે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના રિપોર્ટમાં ચોંકાવનારૂ સૂચન કર્યું છે,,રિપોર્ટ પ્રમાણે કોરોનાની બીજી લહેર 100 દિવસો સુધી યથાવત્ રહી શકે છે. SBI 15 ફેબ્રુઆરી પછી સંક્રમણના કેસ ગણી રહ્યું છે. પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે 23 માર્ચ સુધીના ટ્રેન્ડ્સના આધારે કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણના કેસ 25 લાખ સુધી થઇ શકે છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે બીજી લહેરની ચરમ એપ્રિલના બીજા સપ્તાહમાં જોવા મળી શકે છે. કોરોના વાયરસ સંક્રમણ સામે મોટા પ્રમાણમાં રસીકરણ જ લડાઇમાં એકમાત્ર આશા જોવા મળી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">