મોરબી નકલી ટોલનાકું : ઉમિયાધામ સંસ્થાના પ્રમુખે પુત્રનો કર્યો બચાવ, જાણો શું કહ્યું ?
વ્હાઈટ હાઉસ સિરામિક કંપની દિગ્ગજ પાટીદાર અગ્રણી જેરામ પટેલના પુત્રની છે. જેરામ પટેલ સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ છે અને પોલીસે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ફરિયાદ નોંધી છે. વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્ર ઝાલાનું પણ નામ સામે આવ્યું છે.
મોરબી નકલી ટોલનાકા કેસમાં ખુલાસો થયો છે કે વ્હાઈટ હાઉસ સિરામિક કંપની દિગ્ગજ પાટીદાર અગ્રણી જેરામ પટેલના પુત્રની છે. મહત્વનું છે કે જેરામ પટેલ સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ છે અને પોલીસે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ફરિયાદ નોંધી છે. તો ભાજપના આગેવાનની પણ સંડોવણી સામે આવી છે. વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્ર ઝાલાનું પણ નામ સામે આવ્યું છે. જો કે સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલે પોતાના પુત્ર અમરશી પટેલનો બચાવ કર્યો છે.
મહત્વનું છે કે મોરબીના વાંકાનેરમાં વઘાસિયામાં નક્લી ટોલનાકા મુદ્દે આખરે પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર વ્હાઈટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: મોરબી: વઘાસિયા નજીક ઉભું કરાયું હતું નકલી ટોલનાકું, દોઢ વર્ષથી છે આ ટોલનાકું
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો