‘Manike Mage Hithe’ પર મહિલાએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Oct 30, 2021 | 9:47 AM

ગાયક યોહાનીએ ગાયેલું ગીત 'માનિકે માગે હિતે'નો ટ્રેન્ડ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બોલિવૂડ સેલિબ્રિટીઓથી લઈને ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર્સ સુધી, દરેક લોકો આ ગીતમાં ડૂબેલા દેખાય છે.

Manike Mage Hithe પર મહિલાએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Woman performs dance on Manike Mage Hithe

Follow us on

‘Manike Mage Hithe’. સિંહાલી ભાષાનું આ ગીત આ દિવસોમાં શ્રીલંકા કરતાં ભારતમાં વધુ વાયરલ થઈ રહ્યું છે. ગાયક યોહાનીએ ગાયેલું ગીત ‘માનિકે માગે હિતે’નો ટ્રેન્ડ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બોલિવૂડ સેલિબ્રિટીઓથી લઈને ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર્સ સુધી, દરેક લોકો આ ગીતમાં ડૂબેલા દેખાય છે. આ ગીત એટલું વાઈરલ થયું છે કે કોઈ તેના પર રીલ બનાવામાં લાગ્યુ છે, તો કોઇક ડાન્સ વીડિયો. હવે હાલમાં એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા સાડી પહેરીને ‘માનિકે માંગે હીતે’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલાએ સફેદ અને ગુલાબી પ્રિન્ટેડ સાડી પહેરી છે અને યોહાનીના Manike Mage Hithe પર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં મહિલાના એક્સપ્રેશન અને ડાન્સ મૂવ્સથી ઈન્ટરનેટ યૂઝર્સ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ વીડિયો ડાન્સર-ક્રિએટિવ ઈન્ફ્લુએન્સર અદાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. તેના એકાઉન્ટમાં 10.1 હજાર ફોલોઅર્સ છે. અદા દ્વારા શેર કરવામાં આવેલી ક્લિપને 16 હજારથી વધુ વખત જોવામાં આવી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે, સાથે જ આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ‘Manike Mage Hithe’ સતીશ રત્નાયકનું ગીત છે. પરંતુ લોકો આ ગીતને તેના ગાયક યોહાની ડિલોકા ડી’સિલ્વાના મિશ્રી જેવા અવાજ માટે પસંદ કરી રહ્યા છે. આ ગીતના બોલ ડુલન ARX દ્વારા લખવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં આ ગીતને 170 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો –

પાકિસ્તાનમાં ફરી પૂજા સ્થળને નિશાન બનાવાયું, સિંધમાં હુમલાખોરોએ મંદિરમાં તોડફોડ કરી લૂંટ કરી, ધાર્મિક રમખાણો આયોજિત કરવાનું કાવતરું!

આ પણ વાંચો –

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 1 નવેમ્બરના રોજ કુંડળ સ્વામીનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે

આ પણ વાંચો –

Petrol Diesel Price Today: શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું કરવા મદદ કરશે ભારતના બેસ્ટ ફ્રેન્ડ દેશ ? આગામી સપ્તાહે સૌથી મોટી બેઠક

Next Article