કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 1 નવેમ્બરના રોજ કુંડળ સ્વામીનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવવાના હોવાથી અહીં તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું ગૃહ પ્રધાન અમિત શાહ અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે સ્થાપન કરવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 9:06 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)1 નવેમ્બરના રોજ બોટાદ(Botad)જિલ્લામાં અને બરવાળા નજીક આવેલું કુંડળ સ્વામિનારાયણ મંદિરના(Kundal Swaminarayan Temple)દર્શન કરશે. ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા અહીં સત્સંગ શિબિરનું(Satsang Shibir)ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્વામિનારાયણ ભગવાનની 30મી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવવાના હોવાથી અહીં તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું ગૃહ પ્રધાન અમિત શાહ અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે સ્થાપન કરવામાં આવશે. 2 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી ભવ્ય સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.. આ દિવસો દરમ્યાન હજારો હરિભક્તો ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતમાં(Gujarat) સ્ટેચ્યૂ ઓફ યુનિટી(Statue Of Unity)ખાતે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. આ ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) હાજરી આપશે. ગૃહપ્રધાન અમિત શાહ સવારે 8 થી 10 વાગ્યે હાજરી આપશે.ત્યારબાદ ગુહ મંત્રી અમિત શાહ 11 કલાકે કેવડિયાથી આણંદ જવા માટે રવાના થશે.

આણંદમાં તેઓ અમૂલ ડેરીની 75 વર્ષની ઉજવણીમાં હાજરી આપશે.અમૂલ ડેરી ખાતે ગૃહપ્રધાન અમિત શાહ ડો. કુરિયન સંગ્રહાલય તેમજ સરદાર પટેલ સભાગૃહનું લોકાર્પણ કરશે.આ કાર્યક્રમમાં પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી(Statue Of Unity)ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. 31મી ઓક્ટોબરે એકતા દિવસ છે અને  દર વર્ષે કેવડીયામાં  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ દિવસની ઉજવણી કરવામાં  આવતી હોય છે.

આ પણ  વાંચો: અમદાવાદમાં પીસીઆર વાનના પોલીસ કર્મીનો ઉઘરાણી કરતો કથિત વિડીયો વાયરલ

 આ પણ વાંચો : ગુજરાતમાં 114. 06 કરોડની બેંક છેતરપિંડી કેસમાં સીબીઆઇએ કેસ દાખલ કર્યો

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">