Viral Video : પોલીસકર્મીઓ ઇ-રિક્શામાં જઇ રહ્યા હતા અને અચાનક તે પલટી ગઇ, સોશિયલ મીડિયામાં વીડિયોની હકીકતને લઇને વિવાદ

|

Oct 10, 2021 | 8:42 AM

ઉત્તર પ્રદેશ પોલીસે પોતાના ફેક્ટ ચેક ટ્વીટર ઓફિશિયલ પેજ પરથી ટ્વીટ કરીન જણાવ્યુ કે આ વીડિયો ઉત્તર પ્રદેશનો નથી. આ વીડિયો રાજસ્થાનનો છે. કૃપા કરીને સાચી વાત જાણ્યા વગર ભ્રામક પોસ્ટ શેયર કરીને અફવા ન ફેલાવો.

Viral Video : પોલીસકર્મીઓ ઇ-રિક્શામાં જઇ રહ્યા હતા અને અચાનક તે પલટી ગઇ, સોશિયલ મીડિયામાં વીડિયોની હકીકતને લઇને વિવાદ
Video Of Policemen Falling Off An E-Rickshaw Is From Rajasthan

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા ફની વીડિયો વાયરલ (Viral Video) થાય છે. કેટલાક એવા છે જે ભાગ્યે જ તમે બધાએ પહેલા ક્યારેય જોયા હશે. આવા કેટલાક વીડિયો કે તસવીરો વાયરલ થાય છે, જેને જોયા પછી તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. હાલમાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે તમારી હસી પર કન્ટ્રોલ નહીં કરી શકો. વાસ્તવમાં, હવે જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેટલાક પોલીસકર્મીઓ રિક્ષામાં બેઠેલા જોવા મળે છે, જે પછી એક રમુજી ઘટના બને છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક પોલીસકર્મીઓ ઈ-રિક્ષા પર જઈ રહ્યા છે, આ રિક્ષા થોડી આગળ વધે છે અને અચાનક જ રસ્તા પર ભરાયેલા પાણીમાં ખરાબ રીતે પલટી જાય છે. પરંતુ, રિક્ષા પર બેઠેલા તમામ પોલીસકર્મીઓ ઉભા થાય છે અને હસવા લાગે છે. હવે આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ વાયરલ વીડિયો IPS અધિકારી રૂપિન શર્માએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો જ્યાર બાદથી તે વાયરલ થઇ ગયો હતો જોકે વીડિયોની સત્યતા સામે આવ્યા બાદ તેમણે આ વીડિયો ડિલીટ કરી દીધો હતો. તમને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર આ વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો જોકે ઉત્તર પ્રદેશ પોલીસે એક ટ્વવીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

 

ઉત્તર પ્રદેશ પોલીસે પોતાના ફેક્ટ ચેક ટ્વીટર ઓફિશિયલ પેજ પરથી ટ્વીટ કરીન જણાવ્યુ કે આ વીડિયો ઉત્તર પ્રદેશનો નથી. આ વીડિયો રાજસ્થાનનો છે. કૃપા કરીને સાચી વાત જાણ્યા વગર ભ્રામક પોસ્ટ શેયર કરીને અફવા ન ફેલાવો.

 

જોકે વીડિયો ઉત્તર પ્રદેશનો હોય કે રાજસ્થાનનો લોકોએ તો તેના પર ખૂબ મજા લીધી. વીડિયો પર લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતા, એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘અમે પણ આના માટે ટેવાયેલા છીએ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ સમસ્યા ક્યારેય ઉકેલાશે નહીં.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘લોકો આવા વીડિયો ક્યાંથી લાવે છે અને તેમને કોણ શૂટ કરે છે’ આ સિવાય મોટાભાગના લોકોએ હસતા ઇમોજી શેર કર્યા છે.

આ પણ વાંચો –

Forex Reserves : કેમ ઘટી રહ્યો છે દેશનો વિદેશી મુદ્રા ભંડાર? સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો, જાણો શું છે સ્થિતિ

આ પણ વાંચો –

Gandhinagar : સ્મિત બાળકને ત્યજી દેવાનો મામલો, આરોપી સચિન દિક્ષીતને પોલીસે ઝડપી લીધો, વહેલી સવારે ગાંધીનગર લવાયો

આ પણ વાંચો –

Lakhimpur Kheri Violence: 11 ઓકટોબરે આરોપી આશિષ મિશ્રાને કરાશે કોર્ટમાં રજૂ, ત્યાં સુધી જ્યુડિશલ કસ્ટડીમાં

Next Article