MS Dhoni: ઘોડાને માલિશ કરી પ્રેમ વરસાવી રહ્યો છે ધોની, જુઓ વાયરલ થઈ રહેલો ધોનીનો ઘોડાપ્રેમનો વિડીયો

|

May 28, 2021 | 2:59 PM

IPL 2021 સ્થગીત થવા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) હાલમાં ઘરે જ છે. વતન રાંચીમાં પોતાના ઘરે નિવૃત્તી બાદનો સમય પસાર કરી રહ્યો છે. જોકે ધોની ક્વોલીટી સમય પસાર કરવામાં માને છે.

MS Dhoni:  ઘોડાને માલિશ કરી પ્રેમ વરસાવી રહ્યો છે ધોની, જુઓ વાયરલ થઈ રહેલો ધોનીનો ઘોડાપ્રેમનો વિડીયો
MS Dhoni Family

Follow us on

IPL 2021 સ્થગીત થવા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) હાલમાં ઘરે જ છે. વતન રાંચીમાં પોતાના ઘરે નિવૃત્તી બાદનો સમય પસાર કરી રહ્યો છે. જોકે ધોની ક્વોલીટી સમય પસાર કરવામાં માને છે. તે પાલતૂ પ્રાણીઓ સાથે અને ખેતી માં ધ્યાન આપતો સમય ગાળતો હોય છે.

ધોનીએ થોડાક સમયથી પોતાના ઘરે વધુ એક પાલતૂ સભ્યને આવકાર્યો છે. એટલે કે ઘોડાનુ આગમન તેના ઘરે થયુ છે. જેને સાથે ધોનીની મસ્ત પળોનો ખાસ વિડીયો સાક્ષી ધોની (Sakshi Dhoni) એ શેર કર્યો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ધોની ની પત્નિ ખાસ પળોને સોશિયલ મીડિયા પર શેર કરવાનુ ચુકતી નથી. તેણે જ પોતાના ઘરે ઘોડા ના સ્વરુપે નવા મહેમાન ચેતક (Chetak Horse) ના આગમનની જાણકારી શેર કરી હતી. હવે ધોની આ ઘોડાની દેખભાળ કેવી કરે છે, તેની પણ એક ઝલક સાક્ષીએ દર્શાવી છે.

ધોની પોતાના પાલતૂ ઘોડાને મસ્ત માલીશ પોતાના હાથો વડે કરી રહ્યો છે. ઘોડો પણ સુતા સુતા વિશ્વના દિગ્ગજ ખેલાડીના હાથોની માલીશનો જાણે આનંદ માણી રહ્યો છે.

 

જાડેજા અને ધોની બંનેના ફાર્મહાઉસમાં ઘોડા

ધોની ના પાલતુ પ્રાણીઓના પરિવારની વાત કરવામાં આવે તો, ચેતક અગાઉ ચાર પાલતૂ ડોગ છે. જેમાં સેમ, ગબ્બર, લીલી અને ઝોયા નામના સભ્યો નો સમાવેશ થાય છે. જો ઘોડાની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટરોમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) બાદ ધોની એવો બીજો ક્રિકેટર છે, કે જેણે ઘોડો પાળ્યો છે.

આમ પણ જાડેજા અને ધોનીની જોડી દોસ્તીની બાબતમાં સારી જામે છે. હવે ધોની પણ જાડેજાની માફક ઘોડા પર પ્રેમ વરસાવતો નજર આવવા લાગ્યો છે. જાડેજા પાસે જામનગર સ્થિત તેના ફાર્મહાઉસમાં 4 ઘોડા છે

 

 

 

Next Article