AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ઘોડા સાથે ફાર્મ હાઉસમાં દોડ લગાવતો નજર આવ્યો ધોની, પત્નિ સાક્ષીએ શેર કર્યો વિડીયો

પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની (MS Dhoni), પોતાના અંદાજને લઇને પણ જાણીતો છે. તે ક્રિકેટના મેદાનમાં હોય કે મેદાનની બહાર તેના અંદાજના દિવાનાઓની કમી નથી.

MS Dhoni: ઘોડા સાથે ફાર્મ હાઉસમાં દોડ લગાવતો નજર આવ્યો ધોની, પત્નિ સાક્ષીએ શેર કર્યો વિડીયો
MS Dhoni
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 13, 2021 | 10:12 PM
Share

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni), પોતાના અંદાજને લઇને પણ જાણીતો છે. તે ક્રિકેટના મેદાનમાં હોય કે મેદાનનીબહાર તેના અંદાજના દિવાનાઓની કમી નથી. આમ હાલમાં ધોની વિશે નિયમીત અપડેટ આવવી ઓછી થઇ ચુકી છે. જોકે ધોનીની પત્નિ સાક્ષીધોની (Sakshi Dhoni) સમયાંતરે અપડેટ સોશિયલ મીડિયા દ્વારા આપતી રહે છે. સાક્ષીએ ધોનીનો તેના ઘોડા સાથેની દોડ લગાવતો વિડીયો શેર કર્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીના ફાર્મહાઉસ પર અગાઉ એક નવા મહેમાન સ્વરુપ, ઘોડાનુ આગમન થોડાક સમય પહેલા થયું હતું. જે ડાર્ક બ્રાઉન ઘોડાનું નામ ચેતક રાખવામાં આવ્યું હતું. ચેતક ધોનીના ફાર્મમાં પહોંચ્યાના પ્રથમ દિવસથી જ ફાર્મના અન્ય પાળતૂ પશુઓ સાથે હળી મળી ગયો હતો. હવે ધોની સફેદ નાના ઘોડા સાથે દોડ લગાવી હતી. ફાર્મ હાઉસમાં જ લગાવેલી આ દોડનો વિડીયો વાયરલ થવા લાગ્યો છે.

IPL 2021 સ્થગીત થવા બાદ રાંચીના પોતાના ફાર્મ હાઉસમાં મોટાભાગનો સમય ગુજારે છે. ધોની ક્રિકેટ બ્રેક દિવસોમાં પોતાના પરિવારને ક્વોલીટી સમય આપી રહ્યો છે. સાથે જ પોતાના પાળતૂ પશુઓને પણ તે પરિવારના સભ્યોની સાથે મળીને સમય આપે છે. ક્યારેકઘોડાને માલીશ કરે છે, તો ક્યારેક ડોગને બોલ લઇ રમાડતો નજર આવે છે.

ફાર્મહાઉસ પર ઘોડા સાથે રેસ

હાલમાં ધોની પોતાના નાના સફેદ  ઘોડા સાથે નજર આવ્યો છે. આમ તો ધોની બાઇક અને કારને દોડાવતો હોય છે. પરંતુ આ વખતે નાનકડા ઘોડાની સાથે દોડ લગાવી હતી. સાક્ષીએ શેર કરેલા વિડીયોમાં ધોની સફેદ રંગના ઘોડા ચેતકની સાથે રેસ લગાવી રહ્યો છે. તે અને ઘોડો બંને સાથે સાથે દોડી રહ્યા છે. જે વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

IPL 2021 માં દુબઇમાં જોવા મળશે ધોની

ગત વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીએ સંન્યાસ લીધો હતો. ત્યાર બાદ યુએઇમાં રમાયેલ IPL 2020માં ધોની મેદાનમાં જોવા નજર આવ્યો હતો. ત્યારથી સીધો જ ધોની IPL 2021માં જોવા મળ્યો હતો. આમ હવે ધોની ફરી એકવાર UAE માં મેદાનમાં રમતો જોવા મળશે. IPL 2021 કોરોના સંક્રમણને લઇ સ્થગીત થવા બાદ હવે UAE માં આગળની મેચો રમાશે.

ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) IPL 2021 ના સ્થગીત થવા સુધીમાં બીજા સ્થાને છે. આમ આ વખતે ફરી એકવાર ચેન્નાઇની ટીમ લયમાં જોવા મળી છે. એમએસ ધોનીની ટીમ ગત વર્ષ 2020 માં ખાસ દેખાવ કરી શકી નહોતી. ટીમ પ્લેઓફમાં પણ પ્રથમ વાર પહોંચવાથી દુર રહી હતી. હવે ફેન્સ ફરી એકવાર મેદાનમાં માહીની ઝલક જોવા આતુર છે. જે UAE માં જોવા મળશે.

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">