ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વનડેમાં ‘મેન ઓફ ધ મેચ’ શમી બોલ્યો એવું ‘English’ કે વિરાટ સહિત 10 હજાર દર્શકો પોતાનું હસવું રોકી ન શક્યા

ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વનડેમાં 'મેન ઓફ ધ મેચ' શમી બોલ્યો એવું 'English' કે વિરાટ સહિત 10 હજાર દર્શકો પોતાનું હસવું રોકી ન શક્યા


ભારતે ન્યૂઝીલેન્ડ સામે પોતાના શાનદાર ફોર્મની મદદથી સોમવારે માઉન્ટ માઉંગાનુઈમાં ત્રીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટથી જીત મેળવી છે. આ સાથે જ 5 મેચોની શ્રૃખંલામાં 3-0થી કબ્જો કરી લીધો છે.

ભારતે ન્યૂઝીલેન્ડને તેના ઘરમાં 10 વર્ષ પછી કોઈ મોટી સીરિઝમાં જીત મેળવી છે. આ અગાઉ 2009માં ધોનીના નેતૃત્વ ભારતે કીવી ટીમને હરાવી હતી.

આ તમામ વચ્ચે રસપ્રદ ઘટના એ બની હતી, જેમાં મોહમ્મદ શમીએ અદ્ભૂત બોલિંગ કરી 3 વિકેટ આંચકી હતી. જેના માટે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ અગાઉ નેપિયર વનડે મેચમાં પણ મોહમ્મદ શમીને મેન ઓફ ધ મેચ મળ્યો હતો.

મેન ઓફ ધ મેચ દરમિયાન શમીએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં શમી અંગ્રેજીમાં થોડો નબળો છે. જેથી સેરેમનીમાં કેપ્ટન વિરાટ તેની સાથે પહોંચ્યો હતો. પરંતુ શમીએ વિરાટની મદદ વગર જ અંગ્રેજીમાં યોગ્ય રીતે પોતાની વાત રજુ કરી હતી. તેનું અંગ્રેજી સાંભળી એન્કર સાઇમન ડાઉલ પણ પ્રભાવિત થયા હતા.

"Your English bahut achcha" says NZ commentator Simon Doull to Man of the Match Mohammad Shami

During the third New Zealand-India ODI presentation ceremony, India fast bowler Mohammad Shami talked to New Zealand cricketer-turned-commentator Simon Doull in English after being awarded Man of the Match. Shami answered to Doull in English despite Virat Kohli being called to interpret. Praising the 28-year-old pacer, Doull said, "Your English bahut achcha"#Sports #Cricket #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, २८ जानेवारी, २०१९

સાઇમન ડાઉલ પણ શમીના અંગ્રેજીથી પ્રભાવિત થયા હતા, અને તેઓ હિન્દીમાં બોલવા લાગ્યો હતો. સાઇમન ડાઉલનું હિન્દી સાંભળી વિરાટ પોતાનું હસું પણ રોકી શક્યો ન હતો. શમીનું અંગ્રેજી સાંભળી એન્કર બોલ્યા, યોર ઇંગ્લિસ બહુત અચ્છા હૈ.(તમારું અંગ્રેજી ઘણું શરૂ છે.) સોશ્યિલ મીડિયા પર શમી સાઇમન અને કોહલીનો આ વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

કેપ્ટન કોહલીના નેતૃત્વમાં ભારતે ન્યૂઝીલેન્ડને સતત ત્રણ વનડેમાં હરાવી જીતની પ્રક્રિયા જાળવી રાખી છે. ટીમના ફોર્મના કારણે કેપ્ટન કોહલી ઘણાં ઉત્સાહીત છે. જેની સાથે ટીમ પણ આગળ જાળવી રાખ્યું છે.

[yop_poll id=”882″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati