Viral Video: આ વ્યક્તિ માલામાલ થઈ ગયો ! જૂનું એટીએમ મશીન ખરીદ્યુ અને નીકળ્યા અધધ રૂપિયા

|

Oct 06, 2021 | 12:14 PM

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં એક વ્યક્તિને જૂના એટીએમ મશીનમાંથી 1.49 લાખ રૂપિયા મળે છે. આ વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Viral Video: આ વ્યક્તિ માલામાલ થઈ ગયો ! જૂનું એટીએમ મશીન ખરીદ્યુ અને નીકળ્યા અધધ રૂપિયા
File Photo

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે જોઈને ખુબ હસવુ આવે છે,જ્યારે કેટલાક વાયરલ વીડિયો જોઈને આશ્વર્ય પણ થાય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જે જોઈને લોકોને તમને પણ નવાઈ લાગશે.

આ વ્યક્તિ ખુશીથી જુમી ઉઠ્યો

કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બને છે,ત્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, બે વ્યક્તિઓ જુનુ એટીએમ મશીન (ATM Machine) ખરીદે છે. અને જ્યારે આ એટીએમ મશીન ખોલીને જુએ છે,તો તેમાંથી $ 2,000 (રૂ. 1.49 લાખ)રુપિયા મળી આવે છે.આ રુપિયા મળતાની સાથે જ તે આનંદથી ચીસ પાડતો જોવા મળે છે,અને કહે છે કે “આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ દિવસ છે”.આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જુઓ વીડિયો

 

વીડિયો સશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ (You Tube) પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોમાં જે રીતે વ્યક્તિ ખુશીથી જુમી રહ્યો છે,તે યુઝર્સ ખુબ પસંદ આવી રહ્યુ છે.આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા(Comments)  આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે,આ પૈસામાં કેમેરામેનનો પણ ભાગ બને છે.જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે,ખરેખર આ વ્યક્તિની ખુશી જોઈને ખુબ આનંદ થયો.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral Video : બચ્ચાંને બચાવવા આ મરઘી ગરુડ સાથે લડી, કેમેરામાં ઘટનાની તમામ પળ કેદ, લોકો બોલ્યા ‘એક મા જ આમ કરી શકે’

આ પણ વાંચો :  Viral Video : મગરે 24 સેકન્ડમાં શિકાર બનાવ્યો બીજા મગરને, 47 લાખ વાર જોવાઇ ચૂક્યો છે આ વીડિયો

Next Article