મહાકાય અજગર પર બેસીને આ રીતે રમવા લાગ્યો બાળક, જેણે પણ આ વીડિયો જોયો તે રહી ગયા દંગ

|

Mar 22, 2022 | 10:05 AM

વીડિયોમાં લગભગ બે વર્ષનો બાળક એક વિશાળ અજગરની પર બેસીને તેની સાથે રમતા જોવા મળે છે. આ ખરેખર એક આશ્ચર્યજનક દૃશ્ય છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ જેણે પણ જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયા.

મહાકાય અજગર પર બેસીને આ રીતે રમવા લાગ્યો બાળક, જેણે પણ આ વીડિયો જોયો તે રહી ગયા દંગ
little child is seen playing with giant python in viral video

Follow us on

કેટલીકવાર આવા વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર પણ વાયરલ થાય છે. જેને જોયા પછી તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે (Shocking Video). તમને આશ્ચર્ય થાય છે કે તમે જે જોયું તે સાચું છે કે કેમ હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર જેણે પણ આ વીડિયો જોયેલા હોય. વાસ્તવમાં, વાયરલ વીડિયો ક્લિપમાં એક નાનું બાળક વિશાળ અજગર (Python and Kid Video)પર બેસીને રમતું જોવા મળે છે. આ ખરેખર એક આશ્ચર્યજનક દૃશ્ય છે. તમે જોઈ શકો છો કે સાપ કેટલો ખતરનાક લાગે છે.

થોડીક સેકન્ડની આ વીડિયો ક્લિપ જોઈને બધા ચોંકી ગયા છે. વાયરલ થયેલી ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક માસૂમ બાળક ઘરની બહાર રોડ પર બેઠું છે અને એક વિશાળ અજગરની ઉપર જાણે કોઈ રમકડું હોય તેમ રમી રહ્યું છે. આ નજારો જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. બીજી જ ક્ષણે વીડિયોમાં જે પણ દેખાય છે, તે તેનાથી પણ વધુ ડરામણું છે. તમે જોઈ શકો છો કે બાળક અજગર પર બેસીને મજા કરી રહ્યું છે, ત્યારે જ સાપ બાળક તરફ આગળ વધવા લાગે છે. સદનસીબે તે થોડા સમય પછી અટકી ગયો. પરંતુ બાળકને જોઈને લાગે છે કે તેને આ મહાકાય સાપનો કોઈ ડર નથી. તો ચાલો પહેલા જોઈએ આ આશ્ચર્યજનક વિડીયો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અહીં અજગર સાથે રમતા બાળકનો વીડિયો જુઓ

આ ખૂબ જ આશ્ચર્યજનક વિડિયો ઈન્સ્ટાગ્રામ પર rasal_viper નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો તે ચોંકી ગયા છે. આ અંગે લોકો સતત તેમના પ્રતિભાવો નોંધાવી રહ્યા છે. યુઝર્સ ખાસ કરીને વીડિયોના સર્જક પર ગુસ્સે છે અને તેને ઉગ્રતાથી કોસી રહ્યા છે.

આ વીડિયો જોયા બાદ લોકો ગુસ્સામાં છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ’10 સેકન્ડનો વીડિયો બનાવવા માટે બાળકને મોતને ઘાટ ઉતારી દીધો.’ તો સાથે જ અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘આ ત્યાં સુધી જોવાની મજા આવશે, જ્યાં સુધી બાળકને અજગર નુકસાન નહી પહોંચાડે. એકંદરે, આ વીડિયો જોયા પછી, દરેક વ્યક્તિ બાળકના માતા-પિતા અને વીડિયોના સર્જક વિશે ઘણું બધું કહી રહ્યા છે.

આ પણ  વાંચો : પાણીમાં તરતો જોવા મળ્યો વિશાળકાય એનાકોન્ડા, તમે આટલો મોટો એનાકોન્ડા ભાગ્યે જ જોયો હશે, જુઓ વીડિયો

આ પણ  વાંચો : રસ્તા પર રખડતો વિશાળ અજગર, વાયરલ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

Next Article